ETV Bharat / state

Navratri 2023: પોલીસની શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે, મહિલા હેલ્પલાઇન 181 કાર્યરત, રાત્રિ દરમ્યાન સઘન વાહન ચેકિંગ

નવરાત્રિને લઈ સુરત પોલીસ એલર્ટ બની છે. આ વખતે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે. દ્રોણ કેમેરા, સીસીટીવી અને બોડી વોર્ડ કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવશે. શહેરમાં નવરાત્રિ અને રાવણ દહનના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.

Navratri 2023
Navratri 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2023, 3:42 PM IST

Updated : Oct 15, 2023, 3:47 PM IST

સુરત પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદ

સુરત: સુરત સહિત દેશભરમાં જ્યારે નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને ગુજરાતમાં માતાજીના આરાધના માટે ગરબાનું આયોજન પણ વર્ષોથી ચાલતી આવી પરંપરા છે. નવરાત્રીને લઈ સુરત પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સીટી પોલીસ તમારી સાથે તમારા માટે"ના સૂત્રને સાર્થક કરવા પોલીસે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે.

જાણો નવરાત્રિમાં સુરત પોલીસ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે ?

  • દારૂનો નશો કરી વાહન હંકારતા લોકો પર પોલીસની બાજ નજર રાખવામાં આવશે.
  • પોલીસ દ્વારા તડીપાર કરવામાં આવેલ લોકોને શોધી કાઢવા પણ ટીમ કામે લાગી છે.
  • શહેરમાં દારૂની હેરાફેરી કરતા બુટેલગરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
  • મોબાઈલ ચોરી જેવા બનાવો ન બને તે માટે દરેક કાળજી લેવાની જરૂર છે.
  • વાહન ચોરીના બનાવો ન બને તે માટે સીસીટીવી કેમેરા સહિત મેન પાવરનો ઉપયોગ કરવામાં આવશે.
  • નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
  • દ્રોણ કેમેરા, સીસીટીવી અને બોડી વોર્ડ કેમેરાથી સતત મોનીટરીંગ કરવામાં આવશે.
  • ખેલૈયાઓએ હંમેશા લોકોની અવરજવરવાળા વિસ્તાર પરથી પસાર થવાનો આગ્રહ રાખવો જોઈએ.
  • કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ છે, જે કોઈ સમસ્યા ઉદભવે તો પોલીસને જાણ કરે. કોઈ પણ વ્યક્તિ કાયદો વ્યવસ્થા હાથમાં નહિ લે.
  • રાત્રિ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરવામાં આવશે.
    12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

મહિલાઓ માટે કેવી વ્યવસ્થા ?

  • છેડતી જેવા બનાવોને અટકાવવા શહેર પોલીસની શી ટીમ સામાન્ય મહિલાની જેમ ગરબાના પરિધાનમાં રહેશે.
  • યુવતીઓ પોતાના ગ્રુપમાં જ રહે અને કોઈ અજાણી વ્યક્તિ પીછો કરે તો પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરે
  • મહિલા હેલ્પલાઇન 181 પર યુવતીઓ અને મહિલાઓ જરૂરી મદદ મેળવી શકે છે.
  • શહેર પોલીસ દ્વારા એન્ટી રોમિયો ટીમ પણ બનાવવામાં આવી છે.
  • તમામ સ્થળો પર મહિલાઓ અને યુવતીઓને સાવચેતીના રાખવા અંગેના સૂચનોના જાહેરાત બોર્ડ લગાવવામાં આવ્યા છે.

3500 શેરી ગરબાનું આયોજન: સુરત પોલીસે જણાવ્યું કે, સુરત શહેરમાં 3500 શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 17 કોમર્શિયલ ગરબાના આયોજનો છે અને 4 રાવણ દહનના કાર્યક્રમો છે. જેમાં ઈચ્છાપોર ક્રિભકો અને AM/NS ખાતે 1-1 રાવણ દહનના કાર્યક્રમો યોજાશે. વેસુ ખાતે 1 અને લીંબાયત ખાતે 1 રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.

  1. Navratri 2023: કાલિકા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા એવા પાટણના મંદિર ખાતે ઘંટ સ્થાપન તથા જ્વારા વિધિ
  2. Welcome Navratri 2023 : જૂનાગઢમાં નવરાત્રીની પૂર્વ સંધ્યાએ મહિલાઓ દ્વારા અનોખી રીતે વેલકમ નવરાત્રી કરવામાં આવી

Last Updated : Oct 15, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.