- નાના બાળકો કૃષ્ણનો વેશ ધારણ કરી ઉત્સવની તૈયારી
- ભજન કીર્તન કરી ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે
- બાલ-ગોપાલનાં જન્મોત્સવને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ
સુરત: શહેરના ઘરોમાં બાલ ગોપાલના જન્મ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તોએ બાલગોપાલ માટે પલણા, નવા વાઘા વગેરે જેવી વસ્તુઓ લઈ ઘરના મંદિરને સાજવાનુ સારું કર્યું છે. સાથે પોતાના ઘરને પણ સરસ રીતે સજાવી રહ્યા છે. તો બીજી બાજુ ત્યાં જ ભક્તોએ પોતાના ઘરમાં નાના બાળકો સાથે મળી બાલ ગોપાલ જન્મોત્સવને લઇને ભજન કીર્તન શરૂ કરી દીધું છે. વિવિધ વજન્ત્રીઓ લઈને ભક્તો દ્વારા બાલ ગોપાલ જન્મ ઉત્સવ અત્યારથી જ બનાવવામાં આવી રહ્યો છે.
ભજન કીર્તન કરી ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે
નાના બાળકો કૃષ્ણનો વેશ ધારણ કરી તથા નાની બાળાઓ રાધા બની બાલગોપાલ આનંદમાં આવી ઉત્સવ મનાવી રહ્યા છે. ભક્તો દ્વારા દિવસ પહેલાં ભજન કીર્તન કરી ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે તથા બાલગોપાલના પલણાને ઝૂલાવી પણ રહ્યા છે. મહિલાઓ પોતાની સખીઓ સાથે મળી ભજન કીર્તન કરી રહ્યા છે. નાના ભૂલકાઓ પણ ખૂબ જ ઉત્સાહિત થઇ બાલ ગોપાલના વધામણાં માટે આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે.
શહેરના મંદિરોમાં તૈયારીઓ થઇ ચૂકી છે
જન્માષ્ટમીનો તહેવાર એટલે કે, બાલ ગોપાલ કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ તે નિમિત્તે શહેરના મંદિરોમાં પણ બાલ-ગોપાલનાં જન્મોત્સવને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને શહેરમાં આવેલા કૃષ્ણ મંદિરોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક બાલ ગોપાલનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે.