સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં રફિકભાઈ મુસાભાઈ શેખ વિરુદ્ધ ફરિયાદી દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજી પ્રમાણે ફરિયાદી અને રફીકભાઈ વચ્ચે વાહનની લોન ક્લોઝ કરાવી આપવા રૂપિયાની લેતી-દેતીનો મામલો ચાલી આવ્યો હતો. જ્યાં સચિન પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા હિમ્મત પુનિયભાઈ વસાવા અને લોક રક્ષકદળ બિપિન નાથાલાલ ઝલરીયાએ સમાધાન કરાવી રૂપિયા 20 હજારની લાંચ ફરિયાદી પાસે માંગી હતી. અગાઉ 5 હાજર આપી દેવામાં આવ્યા હતા.
આ બંને પોલીસ કર્મચારીઓ બાકી નીકળતા પંદર હજારની ઉઘરાણી શરૂ કરતા ફરિયાદી દ્વારા નવસારી ACBમાં સંપર્ક કરી ફરિયાદ આપવામાં આવી હતી. નવસારી ACBની ટીમે સચિન GIDC પોલીસ મથકમાં ટ્રેપ ગોઠવી ASI હિમતભાઈ પુનિયાભાઈ વસાવાને 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે ACBની ભણક લાગી જતા લોકરક્ષક દળ જવાન બિપિન નાથાલાલ ઝલરીયા પોલીસ મથક છોડી ભાગી છૂટ્યો હતો. ACBએ હિમ્મતભાઈ વસાવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.
મહત્વનું છે કે, વાહનની લોન ક્લોઝ કરી આપવાના બહાને ફરિયાદી પાસેથી રફીક શેખ દ્વારા દોઢ લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. છતાં લોન કલોઝ ન કરાવી આપી હતી. જેથી સચિન GIDC પોલીસ મથકમાં અરજી કરતા સમાધન કરાવી આરોપીઓએ 20 હજારની લાંચ માંગી હતી. જ્યાં લાંચની રકમ સ્વીકારતા આરોપીઓ નવસારી ACBના છટકામાં આવી ગયા હતા.