ETV Bharat / state

સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમ મશીનને નિશાન બનાવતા તસ્કરોને પોલીસે ઝડપી લીધા

માંડવી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રાયમ ગામમાં ATM તોડવાનો પ્રયાસ કરનાર તેમજ અન્ય જગ્યાએથી ચોરી કરતા તસ્કરોને ઝડપી લીધા. તાતીથૈયામાં ATM તોડી 29લાખથી વધુની રકમ ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા હતા.ઝડપાયેલા બન્ને ઈસમો આંતરરાજ્ય ટોળકીના સાગરીતો હોવાનું સામે આવ્યું હતું.

સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમ મશીનને નિશાન બનાવતા તસ્કરોને પોલીસે ઝડપી લીધા
સિક્યુરિટી ગાર્ડ વગરના એટીએમ મશીનને નિશાન બનાવતા તસ્કરોને પોલીસે ઝડપી લીધા
author img

By

Published : Oct 8, 2021, 7:04 PM IST

  • ATM મશીનમાથી ચોરી કરતા આરોપી પોલીસના હાથમાં
  • સુરત પોલીસે બાતમીના આધારે તસ્કરોને ઝડપી પાડ્યા
  • ઝડપાયેલા ચોરો આંતરરાજ્ય ટોળકીના સાગરીતો

સુરતઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લામાં ATM મશીનમાથી લાખો રૂપિયાની રોકડ ચોરી થઈ રહી હતી. એક પછી એક અનેકવાર તસ્કરો પોલીસ ને પડકાર ફેંકી રહ્યા હતા, ત્યારે આ તસ્કરોને ઝડપવા માટે પોલીસે બાતમીદારોને કામે લગાવી દિધા હતા. માંડવી પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પી.એસ.આઈ પ્રશાંત ગોંડલીયા બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

બે આરોપીઓ પોલીસના સકંજામા

પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માંડવીના તરસાડા નજીક આંટાફેરા મારતા બે ઇસમોને પોલીસે રોક્યા હતા. અને તેની પૂછપરછ કરતા તેઓએ (1) લાલસિંગ મોતીલાલ અને (2) તરુણ હળપતિ હોવાનું જણાવ્યું હતું. એને પોલીસે તેમની વધારે પૂછપરછ કરતા તેમણે માંડવી નગર ખાતે બાઈક ચોરી કર્યા હોવાની કબૂલાત કરી, પોલીસને આરોપી પર વધુ શંકા જતા તેઓની કડક પૂછપરછ કરતા તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણાની આંતરરાજ્ય ચોર ટોળકી સાથે મળી ચોરી કરતા હોવાનો ખુલાસો કર્યો, તેઓએ મહારાષ્ટ્રના નાસિક ચાંદવડ પો.સ્ટે.વિસ્તારમાંથી ચોરી કરી મહિન્દ્રા મેક્સમાં એટીએમ તોડવાના સાધનો લઈ દોઢેક મહિના પહેલા કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તાતીથૈયા એટીએમ તોડી રોકડ 29,28,000ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ થોડા દિવસ પહેલાં બારડોલીમાં રાયમ ગામે પણ એટીએમ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પણ સાયરન વાગતા તેઓ ભાગી જવામાં સફળ રહ્યાં હતા.

સિક્યુરિટી વગરના ATMને નિશાન બનાવતા

આ ઝડપાયેલા આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ પહેલા સિક્યુરિટી વગરના એટીએમને જોઈ જતા, અને રેકી કરતા હતા. બાદમાં પોતાની ગેંગના મહારાષ્ટ્ર, હરિયાણા તસ્કરોને બોલવી ગેસ કટર વડે એટીએમ મશીન તોડી ચોરી ની ઘટનાને અજામ આપતા, સાથે સાથે આસપાસ ના ગામોમાંથી બાઇકની પણ ચોરી કરતા હતા.

પોલીસે લાખોનો મુદ્દામાલ કબજો કર્યો

આ આરોપીઓ પાસેથી પોલીસે લાખોનો મુદ્દામાલ કબજો કર્યો છે. આરોપી પાસેથી પોલીસે રોકડ રકમ તથા એટીમ તોડવા માટે જે સાધનો નો ઉપયોગ કરવામાં આવતો તેવા સાધનો ગેસની બોટલ, કટર, બાઇક, મોબાઈલ તેમજ અન્ય ચોરી કરેલો સામાન પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં જાહેરમાં આયોજિત બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સરે લગાવ્યા ઠૂમકા, નોટોનો કરાયો વરસાદ

આ પણ વાંચોઃ સુરતમાં પેટ્રોલની કિંમતે સદી ફટકારી, Petrol-Dieselને GSTના સ્લેબમાં લાવવા લોકોની માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.