વાપી: વાપીના છીરી ગામે રહેતા સુરેશ ચંદ્રકાંત શિંદે ગત 29મી માર્ચે કચ્છના જખો બંદરેથી પરત આવ્યા હતા. બીજા દિવસે છીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા ડોકટરે 14 દિવસ સુધી ઘરમાં જ કોરોન્ટાઇનમાં રહેવા માટે જણાવાયું હતું. તંત્રે ઘરની બહાર કોરોન્ટાઇનનું પોસ્ટર પણ લગાવાયું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગના કર્મચારી ગઇકાલે પરિક્ષણ કરવા ગયા હતા. ત્યારે તેઓ ઘરની બહાર નિકળી ગયા હતા.
બુધવારે ફરી કર્મચારી સુરેશ શિંદેના ઘરે જતા ઘરમાં હાજરી નહી હોવાથી તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરી હતી. સરકારના નિયમનો ભંગ કરવા બદલ ડુંગરા પોલીસે સુરેશ શિંદે પર ગુનો નોંધ્યો હતો. અને બુધવારે સાંજે સુરેશ શિંદેને ચલા સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લાવ્યા બાદ હોસ્પિટલમાં કોરોન્ટાઇન પર રાખવામાં આવ્યા હતા.