સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ જોખા રોડ પર CNG કાર અને બાઈક વચ્ચે (Surat Accident case) અકસ્માત સર્જાયો હતો. કારમાં આગ લાગતા બાઈક ચાલક યુવક જીવતો સળગ્યો હતો. જે વિડિયો હાલ સામે આવ્યો છે. તો બીજી તરફ કામરેજ પોલીસને જાણ થતા તાત્કાલીક ધટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Accident case in Vav Jokha Road)
શું હતો સમગ્ર મામલો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે રહેતા દીપક પ્રજાપતિ પોતાની (young man burnt car in Surat) કાર લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન પુર ઝડપે આવતી FZ બાઈક કાર સાથે અથડાઈ હતી. બાઈક ચાલક કારના બોનેટ પર પડ્યો હતો. કાર CNG હોવાથી કારમાં આગ લાગી હતી. કાર ચાલક શૈલેષભાઈ હેમખેમ કારની બહાર આવી ગયા હતા પણ બાઈક ચાલક યુવક કારની લપેટમાં આવી ગયો હતો અને જીવતો સળગ્યો હતો. (Accident case in Kamrej)
કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી જ્યારે બાઈક પર સવાર અન્ય એક યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવકના (Kamrej Police Accident Case) મૃતદેહનો કબજો લીધો હતો. તેમજ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે કાર ચાલકની ફરિયાદ લઈને આગળની તજવીજ હાથ ધરી છે. (Car burnt in Surat)