ETV Bharat / state

સુરત પોલીસે ડ્રગ્સ માલ અટકાવ્યો, મુંબઈથી ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા - Drug peddlers of Mumbai in Surat

સુરત પોલીસે થોડા દિવસ પહેલા કરોડોના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો (Drugs case in Surat) હતો. જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ ચલાવતા મુંબઈથી લગ અલગ વિસ્તારમાંથી સુરત ક્રાઈમ બ્રાંચની (Surat Crime Branch) ટીમે ઝડપી પાડ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ. (Mumbai drug peddlers in Surat)

સુરત પોલીસે ડ્રગ્સ માલ અટકાવ્યો, મુંબઈથી ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડ્યા

author img

By

Published : Nov 21, 2022, 1:10 PM IST

સુરત : થોડા દિવસ પહેલા સુરત પોલીસે પાંડેસરા તેમજ અમરોલી વિસ્તારમાંથી અંદાજે 4 કરોડના (Drugs case in Surat) ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સ જથ્થો મુંબઈના ડ્રગ્સ પેડલર દ્વારા સુરતમાં મોકલવામાં આવતા હતા. જેને લઈને મુંબઈ ખાતેના ચાર પેડલર્સને મુંબઈના અલગ અલગ (Surat Crime Branch) વિસ્તારમાંથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. (Drugs seized in Amroli)

બે વાર ડ્રગ્સ પકડાયું 13 નવેમ્બરના રોજ અમરોલી પોલીસે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ કબજે કાયદેસરની કાર્યવાહી કરી હતી. અમરોલી પોલીસની ટીમે કોસાડ આવાસમાંથી 2.17 કરોડનું 2 કિલો 176 ગ્રામ Md ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અહીંથી પોલીસે મુબારક અબ્બાસ બાંદીયાની ધરપકડ કરી હતી. જ્યારે બીજા દિવસે 14 નવેમ્બરના રોજ ક્રાઈમ બ્રાંચની ટીમે પાંડેસરા બમરોલી રોડ સ્થિત અપેક્ષા નગર સોસાયટીમાં દરોડો પાડી 1.79 કરોડનું 1 કિલો 797.8 ગ્રામ Md ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. અહીંથી પોલીસે ચંદનકુમાર લક્ષ્મણ શર્મા નામના શખ્સની ધરપકડ કરી હતી. (Drugs seized in Pandesara)

3.50 લાખની રોકડ કબજે કરી હતી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ બંને કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ બનાવમાં પેડલર્સને પકડી પાડવા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈમાં તપાસ કરી હતી. મુંબઈના વસઈ તેમજ મીરા ભાયંદર વિસ્તારમાંથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અનિકેત પ્રકાશ શિંદે, સંજય કુમાર કૈલાશ ચંદ્ર પાલ ઉર્ફે સિંગ, વાસીફ અબ્દુલ હમીદ ચૌધરી અને ફૈસલ અબ્દુલ ખાલિક મોમીનને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ અને 3.50 લાખની રોકડ કબજે કરી હતી. (Mumbai drug peddlers in Surat)

કેટરિંગનું કામ કરતા હતા પોલીસે આરોપઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વાસિફ અબ્દુલ હમીદ ચૌધરી અને ફૈસલ અબ્દુલ ખાલિક મોમીન બંને નાનપણના મિત્રો હોય અને તેઓ Md ડ્રગ્સનું વેચાણ કરતા હોય તથા અનિકેત સિંદે તથા ચંદન બંને વાસીફનો મિત્ર હોય તેઓ સાથે કેટરિંગનો કામ કરતા હતા. જેથી ચંદન તથા અનિકેતે Md ડ્રગ્સ વેચાણ માટે માળ ખરીદવા વાસીફનો સંપર્ક કરતા અને વાસીફ તેના મિત્ર ફૈસલ પાસેથી માલ મંગાવી અનિકેત તથા ચંદનને પહોંચાડ્યો હતો. (Drug peddlers of Mumbai in Surat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.