જેમાં વિરેન્દ્ર પ્રતાપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિતવિરેન્દ્ર પ્રતાપસિંઘ, ઈંગલીશ એકેડમી(મહાલક્ષ્મી રેસીડન્સી-6 તલંગપોર)ના જવાબદારો મનોજ બિરેન્દ્ર પ્રતાપસિંઘ, વીનાદેવી મનોજ સિંઘ, ચંદાદેવી વિરેન્દ્ર સિંઘ (તમામ રહે-10 45, આદર્શનગર, કનસાડ, ચોર્યાસી) સામે જમીન માલિકના ખોટા ડોક્યમેન્ટ્સ રજૂ કરવા માટે, ચોર્યાસી તાલુકા પંચાયત કચેરીના ખોટા લેટરપેડ અને સહી-સિક્કા સાથે બીયુ પરમિશન રજૂ કરવા બાબતે ગુનો નોંધાયો છે.
તો પ્રભાત એજ્યુકેશન એન્ડ ચેરેટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્ટેપીંગસ્ટોન એકેડમી (પરવત પાટીયા, સુરત)ના જવાબદારો મુકેશભાઈ ભાઈચંદભાઈ જોષી, છાયાબેન મુકેશભાઈ જોષી, ઉજલા મુકેશભાઈ જોષી (તમામ રહે-રંગીલાપાર્ક સોસા.સુરત), વિક્રમભાઈ ભાઈચંદભાઈ જોષી (રહે-સુરભી સોસાયટી, બોમ્બેમાર્કેટ રોડ, સુરત) સામે શાળાની નોંધણી અને બોર્ડના સભ્યોની રૂબરૂ તપાસણી સમયે મેદાનના અલગ-અલગ ભાડા કરાર રજૂ કરવા બદલ ફરિયાદ થઈ છે.
તો આ તરફ ચિત્રગુપ્ત મેડીકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ચ સંચાલિત તિરૂપતિ ઈંગ્લીશ સ્કૂલ (જય અંબે ગૃપહાઉસિંગ એસો. ન્યૂ બામરોલી રોડ)ના જવાબદારો વિરેન્દ્રવકુમાર જે. ભટનાગર, સુચેતા વી. ભટનાગર, રજનીકુમાર વી. ભટનાગર, કવિતા આર. ભટનાગર, અક્ષય આર. ભટનાગર, નિધી એ. ભટનાગર (તમામ રહે-જલારામ નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા, ઉધના) સામે જમીન માલિકના ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ ગુનો નોંધાયો છે.