ETV Bharat / state

Murder case in Surat : સિક્યુરિટી ગાર્ડની હત્યાના આરોપી અને તેના મિત્રોની ધરપકડ - Murder Crime Case in Surat

સુરતમાં જાહેરમાં લઘુશંકા કરવા બાબતે ઠપકો આપનાર 30 વર્ષીય યુવાનને રેમ્બો છરાના ઘા ઝીંકી હત્યા (Murder case in Surat) કર્યાની ઘટના સામે આવી છે. જો કે, પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Murder case in Surat : સિક્યુરિટી ગાર્ડની હત્યાના આરોપી અને તેના મિત્રોની ધરપકડ

author img

By

Published : Feb 10, 2022, 12:40 PM IST

સુરત : સુરતમાં જાહેરમાં લઘુશંકા કરવા બાબતે ચાર યુવાને હત્યા (Murder case in Surat) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર પાટિયાથી જકાતનાકા ખાતે આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતો રવિ ઉર્ફે બંટી સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતો હતો. ત્રણ દિવસ અગાઉ રાત્રે 9 વાગ્યે નોકરી પરથી આવ્યા બાદ માતા લતાબેન પાસેથી 50 રૂપિયા લઈ ઘરેથી નીકળ્યો હતો. ઘર નજીક ગાયત્રી સર્કલની સામે ખોડિયાર કોમ્પ્લેક્ષ પાસે બંટીનો પરિચિત યુવક સંજય ઉર્ફે સંજુ જાહેરમાં લઘુશંકા કરી રહ્યો હોવાથી તેને ઠપકો આપ્યો હતો. થોડીવાર બાદ સંજય અને બંટી વચ્ચે ગાળા ગાળી થવા લાગી હતી.

બંટીને રેમ્બો છરીના ઘા ઝીંક્યા

સુરતમાં સિક્યુરિટી ગાર્ડની હત્યાના આરોપી અને તેના મિત્રોની ધરપકડ

જો કે થોડીવાર બાદ બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ગાયત્રી સર્કલ પાસે બંટી તેના મિત્ર જયેશ વિઠ્ઠલ નથવાણી સાથે ઉભા હતો. ત્યારે સંજય તેના ચાર મિત્રો સાથે બાઇક પર ઘસી આવી બંટીને માર મારતા લાગ્યા. જયેશે બચાવવાનો પ્રયાસ કર્યો તો ત્રણ ચાર તમાચા ઝીંકી દીધા હતા. જ્યારે બંટીને જમણા પગના ઘુંટણના ભાગે રેમ્બો છરાનો ઘા ઝીંકી દેતા આરપાર નીકળી ગયો હતો.

આ પણ વાંચોઃ Murder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હૂમલો કર્યો

પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી

આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બંટીને સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) લઇ જવામાં આવ્યો હતો. પરંતુ વધુ પડતું રક્તસ્ત્રાવને કારણે તેને મૃત જાહેર થયો હતો. આ ઘટનામાં રાંદેર પોલીસે (Surat Rander Police) ગણતરીના કલાકોમાં ચારેય હત્યારા સંજય ઉર્ફે સંજુ સહદેવ જગતાપ, અર્જુન લલન ચૌધરી, અજય ઉર્ફે અજ્યો રઘુ ભરવાડ, કવન ઉર્ફે ક્રિષ્ના નાથુભાઈ ખલાસીની ધરપકડ કરી છે.

બંટી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી માતાને આર્થિક મદદરૂપ થતો

હત્યાની સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી. હત્યારાઓ નિર્દય રીતે યુવકને ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા લતાબેનને સંતાનમાં બે પુત્ર બંટી અને રાહુલ છે. બંટી સિક્યુરીટી ગાર્ડ (Murder of a Security Guard in Surat) તરીકે નોકરી કરી માતાને આર્થિક મદદરૂપ થતો હતો.

આ પણ વાંચોઃ Murder Case in Surat : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના કર્મચારી હુમલા મામલે પોલીસે હત્યાની કલમો ઉમેરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.