ETV Bharat / state

ચૂંટણી ટાણે પોલીસે દેશી તમંચા સાથે ઉત્તરપ્રદેશના 3 ટપોરીઓ ઝડપ્યા - Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ટાણે ઓલપાડ પોલીસે ઉત્તરપ્રદેશ રાજ્યના ત્રણ ટપોરી યુવકોને દેલાડ પાટીયા પાસેથી બે દેશી તમંચા અને આઠ જીવતા કારતુસ સાથે દબોચી લીધા (Police arrested 3 person with pistols) છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.૮૧,૩૦૦ ના મુદ્દામાલ કબજે લઈ ત્રણેને જેલના સળિયા પાછળ ધકેલી દીઠા છે.

Police arrested 3 person from Uttar Pradesh along with pistols

author img

By

Published : Dec 2, 2022, 6:40 PM IST

ઓલપાડ :વિધાનસભાની સામાન્ય ચુંટણી (Gujarat Assembly Election 2022) લઈ ઓલપાડ પોલીસની ટીમ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો સાયણથી દેલાડ પાટીયા લાયસન્સ વિનાના દેશી બનાવટના તમંચા (Police arrested 3 person with pistols) અને જીવતા કારતુસ લઈને પસાર થવાના છે. પોલીસ ટીમે દેલાડ પાટીયા ચેક પોસ્ટ ઉપર વોચ ગોઠવી હતી. જે દરમ્યાન એક સ્પેલન્ડર મોટર સાયકલ ઉપર ત્રણેય ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

દેશી હાથ બનાવટના તમંચા: આ ગેંગની તલાસી લેતા લાયસન્સબ પરવાના વિનાના ગેરકાયદેસર દેશી હાથ બનાવટના ૨ નંગ તમંચા, ૮ નંગ જીવતા કારતુસ કબજે લીધા હતા. સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર એ જણાવ્યું હતું કે, પોલીસની વધુ પૂછપરછમાં આરોપીઓએ સ્વદેશકુમાર ઉર્ફે શીલુ રમાશંકર મૌર્ય,મયંક ચિંતામણી ઉર્ફે હરીશંકર તિવારી અને સુરેન્દ્રકુમાર ઉર્ફે મોનુ રાજકુમાર મોર્ય હોવાનું બહાર આવ્યું હતું હાલ તો પોલીસ બે તમંચા,આઠ જીવતા કારતુસ સહિત મોબાઇલ ફોન નંગ-૦૩ રૂ.૧૦,૫૦૦,મોટર સાયકલ રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂ.૮૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.