- PIની બદલી પર વિદાય સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
- કરફર્યૂના સમયમાં યોજવામાં આવ્યો હતો વિદાય સમારોહ
- સુરતના P.Iને બદલીના પહેલા જ દિવસે સસ્પેન્ડ કરાયા
સુરતઃ કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે. તે પોલીસ જ ખુદ કાયદા અને નિયમના ધજાગરા ઉડાવી રહી છે. સુરત શહેરમાં જાણે નેતા અને પોલીસને કોઈ જ કાયદો ન લાગું પડતો હોય તેવો ઘટના સામે આવી છે. સુરતમાં એક PIની ઇકો સેલમાં બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો પરંતુ આ વિદાય સમારોહ કરફર્યૂના સમયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.આ સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં ગૃહ વિભાગની સૂચના બાદ બદલીના પહેલા જ દિવસે PIને સલૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા આવ્યા હતા.
આ પણ વાંચોઃ PIની બદલી થતા ફાર્મ હાઉસમાં વિદાય સમારોહ કફર્યુંના સમયમાં યોજવામાં આવ્યો
વિદાય સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
સુરતના સિંગણપોર પોલીસ મથકના P I.A.P. સલૈયાની બદલી ઇકો સેલમાં કરવામાં આવી હતી. P.I.સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને હવે તેઓની બદલી થતા ફરી એક વખત વિવાદ સામે આવ્યો છે. P.I ની બદલી થતા સિંગણપોરમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય બ્રાન્ચના પોલીસકર્મીઓ પણ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે કે, કરફર્યૂના સમયમાં આ વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ(Social Distance) ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ અરવલ્લી મૃતક યુવતી મામલોઃ પીડિત પરિજનોના આક્ષેપ બાદ મોડાસા ટાઉન PIની બદલી
PI પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ અપાયા હતા
વિદાય સમારોહનો વીડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો હતો. આ ન્યૂઝ સામે આવતા સુરત પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા હતા અને તેઓએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. ગૃહ મંત્રાલયની સુચના બાદ PIને સાંજ સુધીમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે P.I.A.P. સલૈયાની આજે જ ઇકો સેલમાં બદલી થઈ હતી અને આજે બદલીના પ્રથમ દિવસે જ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
વિદાય સમારોહમાં 30 થી વધુ પોલીસ કર્મચારીઓ હાજર હતા
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કાયદા અને વ્યસવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ પર હોય છે. પરંતુ અહીં કાયદાના રક્ષકોએ જ કાયદાની ધજીયા ઉડાવી હતી. આ વિદાય સમારોહમાં 30 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને માસ્ક અને સોશિય ડિસ્ટન્સ(Social Distance)નો અભાવ પણ જોવા મળ્યો હતો.