ETV Bharat / state

Surat Crime News : બાળકીની સતર્કતાના કારણે જોડિયા બહેનનો થયો બચાવ, જાણો કઈ રીતે - Physical harassment with little girl in Surat

સુરતમાં હવે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી તેવો જ એક કિસ્સો સામે આવ્યો (Physical harassment with little girl in Surat) છે. અહીં લગ્ન પ્રસંગમાં ગયેલી એક મહિલાની 2 જોડિયા દિકરીઓમાંથી એક દિકરી સાથે યુવકે શારીરિક અડપલાં કર્યા હતા. ત્યારે આ મામલે (Surat Kapodra Police Investigation ) મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Surat Crime બાળકીની સતર્કતાના કારણે જોડિયા બહેનનો થયો બચાવ, જાણો કઈ રીતે

author img

By

Published : Feb 2, 2023, 5:48 PM IST

Updated : Feb 2, 2023, 10:00 PM IST

સુરતઃ શહેરમાં જોડિયા બહેનને પીંખાતા 5 વર્ષીય બાળકીએ બચાવી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બાળકીની સતર્કતાના કારણે તેની બહેન સાથે અઘટિત ઘટના બનતા રહી ગઈ હતી. પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલી માતાની 2 જોડિયા બહેનો રમી રહી હતી ત્યારે એક યુવાન 5 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરતો હતો. તેને જોઈ બીજી બહેને આ અંગેની જાણકારી માતાને કરી હતી. માતાએ ત્યાં આવીને યુવકને પકડીને તેને 2 લાફા ઝીંકતા તે ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો Rajkot Crime: ધો 7ની વિદ્યાર્થિનીને શિક્ષકે કર્યા અડપલા, પોલીસ ફરિયાદ

અજાણ્યા શખ્સે કર્યા અડપલાંઃ મળતી માહિતી અનુસાર, કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ફાર્મ હાઉસ ખાતે સીમંતનો કાર્યક્રમ હતો, જ્યાં એક મહિલા પોતાની 5 વર્ષીય 2 જૂડવા બાળકી સાથે ઉપસ્થિત હતી. જ્યારે માતા પ્રસંગમાં વ્યસ્ત હતી. ત્યારે તેમની 2 બાળકીઓ ત્યાં રમી રહી હતી. તે જ વખતે એક અજાણ્યો શખ્સ બાળકીને એકાંતમાં લઈ ગયો ને તેની સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. જોકે, બાળકીની બહેને આ અંગે માતાને વાત કરી ત્યારે માતાએ આવીને જોયું તો અજાણ્યો શખ્સ બાળકી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો.

સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરાશેઃ કાપોદ્રા પોલીસ ઇન્સ્પેકટર એન. એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી હતી કે, એક અજાણ્યા શખ્સે 5 વર્ષીય એક બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તેની જોડિયા બહેનની સતર્કતાના કારણે બીજી બહેન સાથે અઘટિત ઘટના બનતા રહી ગઈ હતી. કાપોદ્રા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી કોણ છે તે અંગે પ્રસંગમાં આવેલા લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Ahmedabad Crime : યુવકે બુલિયન વેપારીને નકલી નોટો પધરાવી 500 ગ્રામ સોનું છેતરીને લઇ ગયો, અમદાવાદ પોલીસ પકડી લાવી

માતાએ યુવકને ઝીંકી દીધા લાફાઃ ઉલ્લેખનીય છે કે, બાળકીની સતર્કતાના કારણે અઘટિત ઘટના બનતા રહી ગઈ છે. બાળકીએ જ્યારે બહેન અંગેની જાણકારી માતાને આપી હતી અને પૂત્રીની શોધમાં જ્યારે માતા પહોંચી ત્યારે બાળકી સાથે શખ્સ શારીરિક અડપલાં કરી રહ્યો હતો. આ જોઈને બાળકીની માતાએ યુવકને 2 લાફા ઝીંકી દીધા હતી. જોકે, આ ઘટના બાદ યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ બાદ બાળકીની માતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Last Updated : Feb 2, 2023, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.