ETV Bharat / state

સુરતમાં લોકડાઉનના ચુસ્ત પાલન માટે પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરાયું - corona in gujrat

કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશમાં લોક ડાઉનની સ્થિતિ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની એડવાઇઝરી તેમજ સુપ્રીમ કોર્ટના હુકમનો ચુસ્તપણે અમલ થઇ રહ્યો છે.

લોકડાઉનના ચુસ્ત પાલન માટે શહેર પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરાયું

author img

By

Published : Apr 2, 2020, 2:29 PM IST

સુરત: લોકડાઉન દરમિયાન બિનજરૂરી રીતે ઘરોની બહાર નીકળતા અને બાઇક પર લટાર મારવા નીકળી પડતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.

કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યાં પોલીસ દ્વારા પીસીઆર વાનમાં ખાસ પીએસઆઇ કક્ષાના અધિકારીની ફાળવણી કરી એનાઉન્સમેન્ટ કરાવવામાં આવી રહ્યું છે. રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટની કડક સૂચનાના પગલે શહેર પોલીસ લોક ડાઉનનો ભંગ કરનારાઓના કોઈ પણ બહાના ચલાવી લેવા માગતી નથી.

તેવા લોકોને ચકાસી બાદમાં પોલીસ દ્વારા જવા દેવામાં આવી રહ્યાં છે, જ્યારે ભંગ કરનારાઓ સામે કલમ 144 અને જાહેરનામાંના ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વાઇરસને લઈને ભારત લોકડાઉન છે, પરંતુ સુરતમાં હજુ પણ લોકો કોઈને કોઈ બહાના કાઢી નિયમનો ભંગ કરી રહ્યા છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના વાઇરસને લઈને ભારત 14 એપ્રિલ સુધી લોકડાઉન છે, ત્યારે સુરતમાં હજુ પણ લોકો કોઈને કોઈ બહાના કાઢી બહાર નીકળી રહ્યા છે. આવા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.

સુરતમાં હવે પોલીસ લોકોના વાહનો ડીટેઈન પણ કરી રહી છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની ટીમ દ્વારા સમગ્ર અડાજણ વિસ્તારમાં આ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું અને ઘરની બહાર નીકળી રહેલા લોકો સામે કાર્યવાહી કરી હતી.

આ ફ્લેગમાર્ચમાં અડાજણ પોલીસનો સમગ્ર સ્ટાફ, ACP, DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. સાથે જ સમગ્ર વિસ્તારનો ચિતાર પણ મેળવ્યો હતો અને લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.