ETV Bharat / state

સુરતમાં ફી વધારાના મુદ્દે બેનરો સાથે FRC કચેરીમાં વાલીઓએ નારા લગાવ્યા - SURAT

સુરત : શહેરમાં ફી વધારાના મુદ્દે વાલીઓનો વિરોધ યથાવત રહ્યો છે. સુરતમાં રોષે ભરાયેલા 10 શાળાના વાલીઓએ FRC કમિટી ઓફીસ સામે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જુદા જુદા બેનરો,પોસ્ટરો સાથે FRC કચેરીએ વાલીઓ ધસી આવ્યા હતાં.

સુરતમાં ફી વધારા મુદે બેનરો સાથે FRC કચેરી વાલીઓ નારા લગાવ્યા
author img

By

Published : Jul 2, 2019, 8:21 PM IST

સુરતની જુદી જુદી શાળાના વાલીઓ FRC કચેરી એકઠા થયા હતા. મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થઈ FRC સામે વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ FRC અને FRCના સભ્યો વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સુરતની 10થી વધુ શાળાના વાલીઓ વિરોધ સાથે એકઠા થયા હતા. શિક્ષણ મંત્રી, FRC અને FRCના સભ્યો વિરુદ્ધ વાલીઓએ નારા લગાવી FRC સભ્યોના પૂતળાનું પ્રદર્શન કર્યુ હતુ.

સુરતમાં ફી વધારા મુદે બેનરો સાથે FRC કચેરી વાલીઓ નારા લગાવ્યા

વાલીઓ શિક્ષણમાં થતા વ્યાપારીકરણને બંધ કરવા માંગ પણ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં અલગ અલગ વિસ્તારમાં હજારોની સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. જ્યારે FRCના સભ્યોએ માત્ર તપાસની વાતો કરી અને 2 શાળાઓ ને ફી વધારવા મુદ્દે નોટિસ ફટકારવાનાની વાત કરી હતી. FRC શાળાઓની મનમાની સામે લાચાર હોય તેવુ લાગી રહ્યું હતું.

સુરતમાં પોતાના બાળકોને સારું ભણતર મળે તે માટે વાલીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પરંતુ સ્કૂલો દ્વારા ફી વધારો કરતા વાલીઓની હાલત કફોડી બની છે. છેલ્લા ઘણા સમયથી વાલીઓ આ મામલે રજૂઆત કરી રહ્યા છે. પરંતુ કોઈ નિવાર્ણ આવ્યો નથી. ત્યારે હવે વાલીઓની આ રજુઆતો કોઈ સાંભળશે કે કેમ તે જોવું રહ્યું કે પછી શિક્ષણના નામે ઉઘાડી લુટ યથાવત રહેશે.

Intro:સુરત : ફી વધારાના મુદ્દે વાલીઓનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે. સુરતમાં આજે રોષે ભરાયેલા 10 શાળાના વાલીઓએ એફ.આર.સી. કમિટી ઓફીસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.જુદા જુદા બેનરો ,પોસ્ટરો સાથે FRC કચેરી વાલીઓ આવ્યા હતા...

Body:સુરતની જુદી જુદી શાળાના વાલીઓ FRC કચેરી ભેગા થયા હતા..મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ FRC સામે વિરોધ નોંધાવ્યો. જુદા જુદા બેનરો ,પોસ્ટરો સાથે વાલીઓ આવ્યા હતા..વાલીઓએ FRC અને FRC ના સભ્યો વિરુદ્ધ સુત્રોચાર કારી નોંધાવ્યો વિરોધ..સુરતની 10 થી વધુ શાળા ના વાલીઓ વિરોધ સાથે ભેગા થયા હતા અને શિક્ષણ મંત્રી ,FRC અને FRCના સભ્યો વિરુદ્ધ વાલીઓ એ હાય હાયના  નારા લગાવ્યા હતા...રોષે ભરાયેલા વાલીઓએ વિવિધ બેનરો અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો સાથે FRC સભ્યોનું પૂૂતળો પણ લઈ આવ્યા હતા..

વાલીઓ શિક્ષણમાં થતા વયાપરીકરણને બંધ કરવા માંગ પણ કરી હતી આ વિરોધ પ્રદર્શનમાં અલગ અલગ વિસ્તારમાં હજારોની સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. જ્યારે FRCના સભ્યોની દલીલ જ જુદી હતી.. તેઓએ માત્ર તપાસની વાતો કરી અને 2 શાળાઓ ને ફી વધારવા મુદ્દે નોટિસ ફટકારવાના ની વાત કરી.FRC શાળાઓની મનમાની સામે લાચાર હોય એવું લાગી રહ્યું હતું....

Conclusion:ઉલ્લેખનીય છે કે સુરતમાં પોતાના બાળકોને સારું ભણતર મળે તે માટે વાલીઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે પરંતુ સ્કૂલો દ્વારા ફી વધારો કરતા વાલીઓની હાલત કફોડી બની છે છેલ્લા ઘણા સમયથી વાલીઓ આ મામલે રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ જ નિવેડો હજુ સુધી આવ્યો નથી ત્યારે હવે વાલીઓની આ રજુઆતો કોઈ સાંભળશે કે કેમ તે જોવું રહ્યું કે પછી શિક્ષણના નામે ઉઘાડી લુટ યથાવત રહેશે.

બાઈટ જીતુ ભાઈ (વાલી)
બાઈટ એ.એન દવે (ચેરમેન -FRC)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.