સુરત: સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં કાપડ દલાલની 7 ઈશમોએ જાહેરમાં હત્યા નિપજાવી છે. 31 વર્ષીય કપડા દલાલ પંકજ મદદનલાલ અગ્રવાલની અજાણ્યા 7 ઈસમોએ ઘર નીચે બોલાવી તેની ઉપર હુમલો કર્યો હતો. જેથી તે ગંભીર રીતે ઈજાગ્રત થયો હતો. સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન ગઈકાલે રાતે મોત થતા પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયો છે.
પોલીસ તપાસ તેજ: આ મામલે પાંડેસરા પોલીસે પેહલા જ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ક્યા કારણથી યુવકની હત્યા કરાઇ છે અને આરોપી કોણ છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવ્યા છે
'મારા છોકરા સાથે મારામારી થઈ હતી. 29 તારીખે રાતે 12:30 વાગ્યાની આસપાસ 5થી 7 લોકો આવ્યા હતા. મે કોઈને જોયા નઈ હતા અને ઓળખતો પણ નથી.પહેલા મેદાનમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ઘર પાસે લાવીને માર માર્યો હતો. મારા છોકરા પાસે 10 થી 12 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા. અમારા પરિવારનો એકનો એક છોકરો હતો. તેને પણ બે છોકરાઓ છે. આ ઘટનાથી મારી પત્નીની તબિયત પણ બગડી ગઈ છે. મારા છોકરો કપડા દલાલીનું કામ કરતો હતો.' -મૃતકના પિતા
પૈસાની લેતીદેતી મામલે મારામારી: આ બાબતે એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું હતું કે ગત 19 મેના માધ્યમ રાત્રીએ પંકજ નામના ઈસમ સાથે સોનું નામના વ્યક્તિ સાથે પૈસાની લેતીદેતી હોય તે મામલે ઝઘડો થયો હતો. જેમાં સોનુંએ પોતાના સાગરીતો સાથે પંકજને માર માર્યો હતો. ગત 26 મેના રોજ પાંડેસરા પોલીસમાં તેમના પિતા દ્વારા ફરિયાદ નોંધાવામાં આવ્યા હતી. પોલીસે આઈપીસી કલમ 326 હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપીઓની ધરપકડ: પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ મામલે આરોપી સોનું અને તેમના અન્ય ચાર સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. ગત રાત્રી દરમિયાન ભોગ બનનાર પંકજનું સારવાર દરમિયાન મોત થતા આઈસીપી કલમ 302નો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં કુલ 7 આરોપીઓ સામે આવ્યા છે જેમાં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવ્યા છે અને અન્ય 2 આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.