ETV Bharat / state

પલસાણા બલેશ્વરમાં ગેરકાયદે ચાલતા બાયો ડીઝલ પંપ સીલ કર્યો - બારડોલીના તાજા સમાચાર

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામે આવેલા ગેરકાયદે બાયો ડીઝલ પંપ પર મામલતદારે છાપો મારી 8.29 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીલ કર્યો હતો. જેને કારણે તાલુકામાં આવેલા અન્ય ગેરકાયદે બાયો ડીઝલ પંપ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

પલસાણા બલેશ્વરમાં ગેરકાયદે ચાલતા બાયો ડીઝલ પંપ સીલ કર્યો

author img

By

Published : May 18, 2021, 11:54 PM IST

  • 8.29 લાખનો મુદ્દામાલ સીલ
  • હાઇવે પર અનેક જગ્યાએ બાયો ડીઝલ પંપ ધમધમી રહ્યા છે
  • પેટ્રોલ પંપ સંચાલકોની રજૂઆત બાદ થઈ રહી છે કાર્યવાહી

સુરત: બલેશ્વર પાટિયા પાસે ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતા પંપ ઉપર મામલતદારની ટીમે રેડ કરી રૂપિયા 8 લાખ 29 હજારનો મુદ્દામાલ સીલ કરતા બાયો ડીઝલ વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પેટ્રોલ પંપના માલિકો દ્વારા ઉચ્ચ સ્તરે ગાંધીનગર રજૂઆત કરતા અને આંદોલનનો માર્ગ અપનાવતા રાજ્યભરમાં બિન અધિકૃત બાયો ડીઝલ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આમ છતાં કેટલાક મળતીયા અધિકારીઓની છત્રછાયામાં સમગ્ર રાજ્યમાં બાયો ડીઝલના પંપો બિલાડીની ટોપની જેમ ખુલી રહ્યા છે.

આ પણ વાંચોઃ પોરબંદરઃ જિલ્લા પુરવઠા અધિકારીએ પુરાવા વિનાના બાયો ડીઝલ પંપ સીલ કર્યાં

ટેન્કરની ટાંકી જમીન પર મૂકી થઈ રહ્યું હતું વેચાણ

આવો જ એક પંપ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પલસાણા તાલુકાના બલેશ્વર ગામના પાટીયે સંસ્કાર વિદ્યાલય સામે આવેલા ખુલ્લા પ્લોટમાં બિનઅધિકૃત રીતે બાયો ડિઝલનો પંપ લગાવી વેચાણ કરી રહ્યા હતા. જેની માહિતી પલસાણા મામલતદાર ભાવસારને થતા તેમની ટીમ આ બિનઅધિકૃત પંપ ઉપર ત્રાટકી હતી. તપાસ કરતા ટેન્કરની મોટી ટાંકી જમીન ઉપર મૂકી અને મીટર લગાડી વેચાણ કરતા હતા. ત્યાં કોઈપણ જાતની પરવાનગી કે લાઈસન્સ અને ફાયર સેફ્ટી જોવા મળી નહોતી.

8.29 લાખનો મુદ્દામાલ સીલ

આ બિનઅધિકૃત પંપ સિઝ કરી ટાંકીમાં રહેલા 10,400 લીટર બાયો ડીઝલ જેની 7,19,600 તેમજ એક યુનિટ જેની કિંમત 60,000 મળી કુલ રૂપિયા 8,29,600નો મુદ્દમાલ સીઝ કરતા ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.