ETV Bharat / state

AAPમાં જોડાયેલા PAASના નેતાઓની તિરંગા યાત્રા ફેલ, જોવા મળી પાંખી હાજરી - Gujarat Assembly Elections

સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા (PAAS Leader Alpesh Kathiria) અને ધાર્મિક માલવિયાએ (Patidar Leader Dharmik Malavia) તિરંગા યાત્રા યોજી હતી. પાટીદાર વિસ્તારમાં યોજાયેલી આ યાત્રામાં ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી.

AAPમાં જોડાયેલા PAASના નેતાઓની તિરંગા યાત્રા ફેલ, જોવા મળી પાંખી હાજરી

author img

By

Published : Nov 5, 2022, 3:03 PM IST

સુરત એક સમયે જેના એક આહ્વાનથી હજારો લોકોની જનમેદની એકત્ર થઈ જતી હતી. તેમની તિરંગા યાત્રામાં હાલ પાંખી હાજરી જોવા મળી રહી છે. વાત છે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર નેતાઓ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાની (Patidar Leader Dharmik Malavia) તિરંગા યાત્રાની. આ બંને નેતાઓએ પાટીદાર વિસ્તારમાં આ યાત્રા યોજી હતી. જોકે, આ યાત્રામાં ભીડ એકત્રિત કરવા માટે તેમણે વલખાં મારવા પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

પાટીદાર નેતા હવે AAPમાં જોડાયા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા (PAAS Leader Alpesh Kathiria) અને ધાર્મિક માલવિયા (Patidar Leader Dharmik Malavia) હાલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ (Aam Aadmi Party Gujarat) ગયા છે. આના કારણે સુરતની 5 બેઠકો પર તેની સીધી અસર જોવા મળશે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ આજે (શનિવારે) પ્રથમવાર બંને નેતાઓ સુરતના પાટીદાર વિસ્તાર કે, જેને મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. તેવા વરાછામાં બાઈક તિરંગા રેલી યાત્રા કાઢી હતી.

જે વિસ્તારમાં દબદબો હતો ત્યાં જ ધબડકો

જે વિસ્તારમાં દબદબો હતો ત્યાં જ ધબડકો જે વિસ્તારમાં અલ્પેશ કથીરિયા (PAAS Leader Alpesh Kathiria) અને ધાર્મિક માલવિયાનો દબદબો જોવા મળતો હોય છે. એ વિસ્તારમાં તેમની રેલીને જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નહતો. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ (Patidar Leader Dharmik Malavia) રેલી શરૂ કરવા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જય સરદારનો ઉદઘોષ કર્યો હતો.

તિરંગા સાથે એક રાષ્ટ્રભક્તિનો માહોલ AAP નેતા અલ્પેશ કથીરિયાએ (PAAS Leader Alpesh Kathiria) જણાવ્યું હતું કે, સુરત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) દ્વારા જે પણ લોકો પક્ષમાં જોડવામાં આવ્યા છે. તેમના સ્વાગત માટે આ રેલી યોજવામાં આવી હતી. મિની બજારથી પાર્ટીના કાર્યાલય સુધી આ રેલી ફરી હતી. રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે આ રેલી સમગ્ર વરાછા વિસ્તારમાં પણ ફરી હતી. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, 2 દિવસમાં પાર્ટી જે પણ નિર્ણય લેશે. તેમાં ચર્ચા થશે અને તેના આધારે હું ચૂંટણી (Gujarat Assembly Elections) લડીશ.

અનામત આંદોલન સમયે સૌથી વધુ અસર કામરેજ, કરંજ, વરાછા, ઓલપાડ અને કતારગામ આ 4 વિધાનસભા બેઠક (Surat Assembly Seats) પર પાટીદાર સમાજના મતદાતાઓ નિર્ણાયક હોય છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન સમયે સૌથી વધુ અસર જોવા મળી હતી. વર્ષ 2017માં આંદોલન સમયે પણ આ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી વિજયી થઈને આવી હતી. આ 5 વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજનો દબદબો છે. આ 5 વિધાનસભા બેઠકો (Surat Assembly Seats) પર પાટીદાર સમાજના મતદાતાઓ (Patidar Community in Surat) નિર્ણાયક ભૂમિકામાં જોવા મળતા હોય છે. 5 વિધાનસભા મળીને આશરે 10,00,000થી વધુ પાટીદાર સમાજના લોકો મતદાતાઓ છે. વિધાનસભા બેઠકો પર દરેક પાર્ટી પાટીદાર સમાજના ઉમેદવારને ઊભો કરતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.