- વુમન્સ સિનિયર વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ સુરતના ત્રણ સ્થળોએ રમાડવામાં આવી હતી
- ટુર્નામેન્ટ લાલભાઈ સ્ટેડિયમ, પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના ઉપર રમાડવામાં આવી
- કોરોનાને ધ્યાનમાં રાખી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો
સુરતઃ જિલ્લાના સુરત જિલ્લા એસોસિએશનના નેજા હેઠળ તથા BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સીધા માર્ગદર્શન હેઠળ 6 રાજ્યોની વચ્ચે વુમન્સ સિનિયર ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન 12થી 20 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું, જે 9 દિવસ સુધી ચાલી હતી. આ ટુર્નામેન્ટ લાલભાઈ સ્ટેડિયમ, પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના એમ આ ત્રણ સ્ટેડિયમ ઉપર રમાડવામાં આવી હતી. જેમાં કોરોનાને ધ્યાનમાં રાખીને પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. પ્રેક્ષકો માટે લાલભાઈ સ્ટેડિયમના FB પેજ ઉપરથી મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ નવસારીની રેબેકા પઢીયારની ગુજરાતની મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી
ત્રણ ટીમ વચ્ચે મેચ રમાડવામાં આવી
રવિવારના રોજ ત્રણ ટીમો વચ્ચે મેચ રમાડવામાં આવી હતી. જેમાં લાલભાઈ સ્ટેડિયમ ઉપર ઝારખંડ અને છત્તીસગઢ વચ્ચે મેચ રમાડવામાં આવી હતી. તેમાં છત્તીસગઢની ટીમે 8 વિકેટના નુકસાને 174 રન કર્યા હતા. ઝારખંડની ટીમને જીત માટે 175 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ઝારખંડની ટીમે વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા 5 વિકેટના નુકસાને 177 રન કરીને 5 વિકેટથી જીત મેળવી હતી.
ત્રિપુરાની ટીમનો 18 રને વિજય
પીઠાવાલા સ્ટેડિયમ ઉપર હૈદરાબાદ અને ત્રિપુરા વચ્ચે મેચ રમાડવામાં આવી હતી તેમાં ત્રિપુરાની ટીમ દ્વારા 5 વિકેટ ગુમાવીને 239 રન કર્યા હતા. હૈદરાબાદની ટીમને 240 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. હૈદરાબાદની ટીમ 9 વિકેટ ગુમાવીને 221 રન કર્યા હતા જેથી ત્રિપુરાની ટીમનો 18 રનથી વિજય થયો હતો.
આ પણ વાંચોઃ વલસાડના હિંગળાજ ગામમાં સ્મશાનના લાભાર્થે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવાર આયોજન
ગુજરાતની ટીમ 71 રનમાં સમેટાઈ ગઈ
ખોલવડ જીમખાના સ્ટેડિયમ ઉપર ઓડિશા અને ગુજરાત વચ્ચે મેચ રમાડવામાં આવી હતી ત્યારે ગુજરાતની ટીમ માત્ર 70 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓડિશાની ટીમને 71 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો ત્યારે ઓડિશાની ટીમે 4 વેકોટ ગુમાવીને 71 રન કરતા ગુજરાતની ટીમને 6 વિકેટે મ્હાત આપી હતી.
9 દિવસના મેચમાં સૌથી વધારે પોઇન્ટ્સ
12થી 20 માર્ચ સુધી રમાડવામાં આવેલી આ વુમન્સ સિનિયર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓડિશાની ટીમ 16 પોઇન્ટ્સ સાથે પ્રથમ નંબર ઉપર આવી હતી અને હૈદરાબાદની ટીમ 12 પોઇન્ટ્સ સાથે બીજા નંબર ઉપર રહી હતી.