ETV Bharat / state

પરપ્રાંતીય શ્રમિકોની સુરત વાપસીઃ ચેમ્બર દ્વારા રેલવે સ્ટેશન પર શ્રમિક આવકાર સુરક્ષા પર્વનું આયોજન - worker welcome security feast

હાલ મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વિશેષ ટ્રેન મારફતે સુરત પરત ફરી રહ્યા છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રેલવે સ્ટેશન પર શ્રમિકોને આવકારવા માટે શ્રમિક આવકાર સુરક્ષા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા તારીખ 15થી 18 સપ્ટેમ્બર, 2020 દરમિયાન શ્રમિક આવકાર સુરક્ષા પર્વની ઉજવણી કરવામાં આવશે.

worker welcome security feast
worker welcome security feast
author img

By

Published : Sep 16, 2020, 1:15 AM IST

સુરત: રેલવે સ્ટેશન પર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રમિક આવકાર સુરક્ષા પર્વનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન દરમિયાન વતન પરત ચાલ્યા ગયેલા લાખો શ્રમિકોની સુરત વાપસીને લઇને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સુરક્ષા પર્વ અંતર્ગત ચેમ્બરના સભ્યો તેમજ સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વાર રેલવે સ્ટેશન પર આવતા શ્રમિકોને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા પંદર દિવસ દરમિયાન 1.5 લાખ જેટલા શ્રમિકોએ સુરત વાપસી કરી છે. લોકડાઉન દરમિયાન આશરે 10 લાખ જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગના શ્રમિકો પોતાના વતન પરત ફર્યા હતા. ચેમ્બરની રજૂઆત બાદ શરૂ કરવામાં આવેલી ખાસ ટ્રેનો દ્વારા શ્રમિકો પોતાના માદરે વતનથી સુરત વાપસી કરી રહ્યા છે. આ શ્રમિકો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાથી સુરત પરત ફરી રહ્યા છે.

રેલવે સ્ટેશન પર ચેમ્બર દ્વારા શ્રમિક આવકાર સુરક્ષા પર્વનું આયોજન

ચેમ્બર દ્વારા શ્રમિક આવકાર સુરક્ષા પર્વની ઉજવણી

શ્રમિક આવકાર સુરક્ષા પર્વની ઉજવણીના ભાગરૂપે સુરત રેલવે સ્ટેશ પર શ્રમિકોને માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા તારીખ 15થી 18 સપ્ટેમ્બર, 2020 દરમિયાન શ્રમિક આવકાર સુરક્ષા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાંથી ટ્રેન મારફતે સુરત પરત ફરી રહેલા શ્રમિકોને ચેમ્બર આવકારશે. આ સાથે જ દરેક શ્રમિકને માસ્ક તથા સેનિટાઇઝરની બોટલનું વિતરણ કરવામાં આવશે.

આ શ્રમિક આવકાર સુરક્ષા પર્વની ઉજવણી અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, ખાસ પરપ્રાંતીય શ્રમિકો માટે SOPની રચના કરવામાં આવી છે. આ SOPનું પાલન ઉદ્યોગપતિઓ તેમજ શ્રમિકોએ કરવાનું રહેશે.

ઓડિશાથી સુરતની 3 ટ્રેન જાહેર થયાના 24 કલાકની અંદર 1 મહિના માટે બુકિંગ ફૂલ

11 સપ્ટેમ્બર - લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં સુરતથી પરપ્રાંતિય શ્રમિક પોતાના વતન ચાલ્યા ગયા હતા, પરંતુ હવે અનલોકમાં ઉદ્યોગો શરૂ થતા શ્રમિકો ફરી સુરત આવવા માગે છે. આ સાથે સુરતના ઉદ્યોગકારો અને ચેમ્બર ઓફ કોમર્સએ પણ સરકાર પાસે કારીગરોને લાવવા માટે ખાસ ટ્રેનની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં રાખી સરકારે ઓડિશાના શ્રમિકોને સુરત લાવવા માટે 3 ટ્રેનની ફાળવણી કરી હતી. 24 કલાકમાં આ ત્રણેય ટ્રેનનું બુકિંગ એક મહિના માટે ફુલ થઇ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.