સુરત: રક્ષાબંધનના પર્વને હવે બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પોલીસ જવાનો નાગરિકોની રક્ષા માટે તમામ તહેવારો ભૂલી જતાં હોય છે. ત્યારે કામરેજ ખાતે વિહોતર વિકાસ મંચની મહિલાઓ દ્વારા SRP કેમ્પ ખાતે રક્ષક કો રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માલધારી સમાજની 50 જેટલી બહેનો દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જવાનોને રાખડી બાંધી રક્ષાની કામના: ભાઈઓની રક્ષા માટે માલધારી સમાજની બહેનો દ્વારા કામરેજના વાવ SRP કેમ્પ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં SRP કેમ્પમાં ફરજ બજાવતા જવાનોને માલધારી સમાજની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. પોલીસ જવાનોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલધારી સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલા IPS ઉષા રાડા પણ હાજર રહ્યા હતા. જેમાં બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી તેમની રક્ષા માટે ભગવાનને પ્રાથના કરી હતી.
" વિહોતર વિકાસ મંચ સંગઠન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં માલધારી સમાજની બહેનો હાજર રહી હતી. માલધારી સમાજની બહેનો દ્વારા SRP ગ્રુપના જવાનોને રાખડી બાંધી રક્ષા બંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. SRP ગ્રુપના જવાનો જો આપની રક્ષા કરતા હોય તો આપણી પણ ફરજ બને છે કે આપણે તેઓની રક્ષા કરીએ."- ઊર્વિંનબેન, આગેવાન, વિહોતર વિકાસ મંચના મહિલા મોરચો