સુરત : સુરતથી વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના 36 વર્ષીય બ્રેઈન ડેડ જેનીશ વલ્લભભાઈ ગુજરાતીના અંગદાન કરવામાં આવ્યાં હતાં. તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળતાં માનવતાની મહેક ફેલાઇ છે.
તાપીમાં છલાગ લગાવી હતી :બ્રેઇન ડેડ જેનીશ વલ્લભભાઈ ગુજરાતી નામના યુવાને ગત 7 જૂનના રોજ કોઈ કારણોસર તાપીમાં છલાગ લગાવી હતી. તે જોઈ સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો તેમને બહાર કાઢી સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જ્યાં તેમને CT સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
પરિવારે અંગદાનની સંમતિ આપી : સ્મીમેરથી વધુ સારવાર માટે જેનીશને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ગઈકાલે સાંજે હોસ્પિટલના ડોક્ટર દ્વારા જેનીશને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ડોક્ટરે પરિવારને અંગદાનની માહિતી આપતાં પરિવારે અંગદાનની સંમતિ આપી હતી. પરિવારે સંમતિ આપતા ડોક્ટરોએ અંગેની પ્રક્રિયા શરૂ કરી હતી.જેથી તેમના બે કિડની, લીવર અને બંને આખોનું દાન કરવામાં આવ્યું હતું.
જેનીશને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમનું મૃત્યુ નિશ્ચિત હતું. જેથી હોસ્પિટલના ડોક્ટરોએ પરિવારને અંગદાનની માહિત આપતાં પરિવારે અંગદાનની સંમતિ આપી હતી.તેમણે અમારી સ્થાને કોન્ટેક્ટ કર્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ પરિવારે સંમતિ આપતા ડોક્ટરોએ અંગેની પ્રક્રિયા શરૂ કરી હતી.આ અંગદાનની પ્રક્રિયામાં એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 37 વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 32 વર્ષીય યુવકમાં આવ્યું. તેમના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ નવસારીના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં આવ્યું હતું. અને દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે...નીલેશ માંડલેવાલા(પ્રમુખ,ડોનેટ લાઇફ)
અણધારી બની ઘટના : ડાયમંડની કંપનીમાં મેનેજર હતો યુવાન આ બાબતે ડોનેટ લાઈફ સંસ્થા પ્રમુખ નીલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે આ અંગદાનમાં 26 વર્ષીય જેનીશ વલ્લભભાઈ ગુજરાતી જેઓ શહેરના સિંગણપોર પાસે આદર્શ સોસાયટી રહેતા હતાં અને તેઓ મૂળ ભાવનગરના તાલુકા ગારીયાધારના માંડવી ગામના હતા. વર્ષોથી સુરતમાં રહીને કતારગામમાં આવેલ ડાયમંડની કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતાં . તેઓ ગત 7 જૂનના સવારે 7:30 વાગ્યે નોકરી પર ગયા હતા અને ત્યાંથી 9 વાગ્યાની આસપાસ તેઓ પોતાના સહકર્મચારીને કહ્યું કે, હું હમણાં નાસ્તો કરીને આવું છું. અડધો કલાક સુધી તેઓ નાસ્તો કરીને પરત ન ફરતા આજુબાજુ તેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેઓ ત્યાં ન હતા તેથી તેના મોબાઈલ ઉપર ફોન કરતા એક અજાણ્યા વ્યક્તિએ જેનીશનો ફોન ઉપાડીને કહ્યું કે, જે ભાઈનો ફોન છે, તે ભાઈ જિલાની બ્રિજથી હમણાં જ તાપી નદીમાં કૂદી ગયા છે.
બ્રેઇન હેમરેજ બાદ બ્રેઇન ડેડ જાહેર : જેનીશે તાપીમાં છલાંગ લગાવી હોવાની જાણ થતાં ઘટના સ્થળ ઉપર સાથી મિત્રો પહોંચ્યા હતા. તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને તેમની શોધખોળ કરી તેમને બહાર લાવ્યા હતાં. તે સમય દરમિયાન બેભાન અવસ્થામાં હોઇ જેનીશને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમને CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યાંથી વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને ગઈકાલે સાંજે હોસ્પિટલના ડોક્ટર દ્વારા જેનીશને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
ડોનેટ લાઈફની અંગદાન પ્રવૃત્તિ : ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજારથી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. અમૂલ્ય અંગોનું દાન આપનાર જેનીશ વલ્લભભાઈ ગુજરાતીના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1135 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 470 કિડની, 202 લિવર, 46 હૃદય, 36 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 368 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1042 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.