ETV Bharat / state

Organ Donation : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 22મું અંગદાન, લીવર, બે કિડની અને આંતરડાના દાનથી 4ને નવજીવન મળ્યું

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 22મું અંગદાન નોંધાયું છે. 23 વર્ષીય બ્રેઇન ડેડ યુવકના લીવર, બે કિડની અને આંતરડાના દાનથી 4ને નવજીવન મળ્યું છે. અમદાવાદ અને મુંબઇના દર્દીઓને આ યુવકના અંગદાને નવું જીવન બક્ષ્યું છે.

Organ Donation : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 22મું અંગદાન. લીવર, બે કિડની અને આંતરડાના દાનથી 4ને નવજીવન મળ્યું

author img

By

Published : May 3, 2023, 10:24 PM IST

પરિવારની સહમતિ બાદ અંગદાન

સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 22મું અંગદાન થયું હતું. 23 વર્ષીય યુવકના લીવર, બે કિડની અને આંતરડાનું દાન કરવામાં આવ્યું છે. જે થકી ચાર વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. જોકે આ પહેલા પણ સુરત સિવિલ હોસ્પિટલમાંથી જ આંતરડાનું દાન કરવામાં આવ્યું હતું. તેથી સિવિલ હોસ્પિટલમાં બીજી વખત આંતરડાનું દાન કરવામાં આવ્યું હતું. અંગદાનમાં મળેલા લીવર અને બે કિડની IKD અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યાં છે અને આંતરડા મુંબઈ ખાતે મોકલવામાં આવ્યાં છે.

પરિવારની સહમતિ બાદ અંગદાન : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવકરે જણાવ્યું કે, અમારી સિવિલ હોસ્પિટલમાં આજે 22મું અંગદાન કરવામાં આવ્યું છે. 22 વર્ષીય યુવકના પરિવારે સહમતિ આપ્યા બાદ જ અંગદાન કરવામાં આવ્યું છે. પરિવાર મૂળ બનારસથી છે. તેમના પરિવારના દીકરાને થોડા દિવસ પહેલા બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને અહીં તેને બ્રેઇન હેમરેજ થતા હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા અંગદાન વિષે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો Lung transplant in Ahmedabad : ગુજરાતમાં ફેફસાંનું સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન, શું છે ઘટના જાણો

યુવકના આંતરડાનું પણ દાન કરવામાં આવ્યું : તેમણે વધુમાં જણાવ્યુંકે, આજે 22 વર્ષીય પ્રીતેશ રાજભાભરના અંગોનું દાન કરવામાં આવ્યું છે.જેમાં તેના આંતરડાનું પણ દાન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું દાન આપણી સિવિલ હોસ્પિટલમાં બીજી વખત કરવામાં આવ્યું છે. તે સાથે જ બે કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું છે. એમ કુલ ચાર લોકોને આ યુવકના અંગદાન થકી નવું જીવન મળ્યું છે.

માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઇ હતી : આ બાબતે મૃતક યુવક 22 વર્ષીય પ્રીતેશ રાજભાભરના પિતા મનોજકુમારે જણાવ્યું હતુંકે, પ્રીતેશ ગત 30 એપ્રિલના રોજ બાઈક ઉપર બહાર જઈ રહ્યો હતો ત્યારે મોડી રાતે પાંડેસરા વિસ્તારમાં માર્ગ અકસ્માત થતા પ્રીતેશના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં આજે બે દિવસ બાદ ગઈકાલે રાતે ડોક્ટર દ્વારા પ્રીતેશને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

આ પણ વાંચો Surat News : એક જ દિવસે બે દર્દીના અંગદાનથી 10 લોકોનો જીવનમાં નવો પ્રકાશ

યુવકની એક મહિના પહેલાં સગાઈ થઈ હતી : મનોજકુમારે વધુમાં જણાવ્યું કે ડોક્ટરે અમને અંગદાન વિષે માહિતી આપી. જેથી અમને સમજાયું કે, અમારો પ્રીતેશ આજે પણ જીવંત છે અને અન્ય ચાર લોકોને નવું જીવનદાન મળ્યું છે. તે ખૂબ જ મોટી વાત છે. મારા ઘરનો ચિરાગ તો જતો રહ્યો પરંતુ અન્ય ઘરના ચિરાગોને નવું જીવન મળ્યું છે. અમે મૂળ બનારસના રહેવાસી છીએ. છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં રહી રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. પ્રીતેશ છેલ્લા બે વર્ષથી સુરતમાં રહેતો હતો. એ પહેલા તેણે બનારસમાં જ અભ્યાસ કર્યો અને ત્યાંથી અહીં આવીને ફોટો એડીટીંગનું કામ કરતો હતો અને અમને આર્થિક મદદરૂપ થતો હતો. એક મહિના પહેલાં તેની સગાઇ કરવામાં આવી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.