સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી જિલ્લાને દિવાળી પહેલા 2,192 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોની ભેટ આપી છે. અહીં વડાપ્રધાન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના (Department of Energy and Petrochemicals) 220.57 કરોડ રૂપિયાના 6 કામોનું પણ ખાતમુહૂર્ત અને 5 કામોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે વડાપ્રધાન સહિત મુખ્ય પ્રધાન અને રાજ્ય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. જે સ્થળે PM મોદી આદિવાસી સમાજના લોકોને સંબોધી રહ્યા હતા. તે કોંગ્રેસનું ગઢ છે. અહીં વ્યારા અને નિઝર વિધાનસભા કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના ગઢમાં PM મોદીએ હુંકાર ભરતા કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા. આદિવાસી સમાજની મહિલાઓને માતા અને બહેનો કહી વારંવાર સંબોધન કર્યા હતા.
દેશના રાષ્ટ્રપતિ એક આદિવાસી દીકરી તેઓએ બિરસા મુંડાની વાત કરી હતી. આદિવાસી ગૌરવ દિવસ (Tribal Pride Day) બિરસા મુંડાના જન્મદિવસ તરીકે ઉજવવાની વાત કરી. તેઓએ કહ્યું કે, ભગવાન રામ સમયથી આદિવાસી હતા. જે માતા શબરી હતા. પ્રાચીન કાળથી આદિવાસી સમાજ છે. જ્યારે અટલ જીની સરકાર બની ત્યારે અદિવાસીના હિતો માટે અલગથી મંત્રાલય બનવવામાં આવ્યું હતું. અંગ્રેજો પોતાના હિત માટે કાયદો બનાવ્યો કે વાંસ કોઈ કાપી ન શકે, પરંતુ આદિવાસી સમાજમાં હું આવીને તમારો આ દીકરાએ કાયદાને કાઢી નાખ્યો હતો. દેશના રાષ્ટ્રપતિ એક આદિવાસી દીકરી છે. આ સાથે એક રાજ્યના ગવર્નર પણ આદિવાસી સમાજના છે. આદિવાસી સમાજના લોકો ક્યારે અંગ્રેજો સામે ઝૂક્યા નથી. આ માટે હું મ્યુઝિયમો બનાવીશ. જેથી બાળકો જ ને ત્યાં આદિવાસી સમાજના લોકોનું પરાક્રમ જોઈ શકે.
20 વર્ષ આપ સૌનો સાથ સહકાર નિવેદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગયા 20 વર્ષ આપ સૌનો સાથ સહકાર લાગણી પ્રેમ સ્નેહ ભર્યા સંબધો. આદિવાસી માતા બહેનોને આપ્યા છે. તેઓએ નસીબ કોઈ રાજકારણના વ્યક્તિને મળ્યું નથી. પ્રેમના કારણે ગાંધીનગરમાં હોઉં કે દિલ્હી જ્યારે પણ તક મળે તમારું ઋણ ચૂકવવા મળે ત્યારે ચૂકવું છું. ગઈ કાલના અને આજે જે કાર્યક્રમનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તે ભૂતકામાં જે એક વર્ષનું બજેટ નહોતું તેટલું છે. જે તમારા સંતાનોના ઉજ્જલ ભવિષ્ય માટે છે.
કોંગ્રેસની સરકારને તમારા ભવિષ્યની ચિંતા નહોતી તેઓએ કહ્યું હતું કે, તમને વચન આપ્યા છે. એ માટે દિવસ રાત કામ કરું છું. જે સમસ્યા તમને થઈ તે તમારા બાળકોને ન થાય. આ પહેલાની સરકાર કોંગ્રેસ અને હાલ ભાજપની સરકાર જોઈ લો. કોંગ્રેસની સરકારને તમારા ભવિષ્યની ચિંતા નહોતી માત્ર ચૂંટણીની ચિંતા હતી. હાલ ભાજપની સરકારને માત્ર આદિવાસીના ભવિષ્યની ચિંતા હોય છે. કોંગ્રેસ આદિવાસી પરંપરાની મજાક ઉડાડે છે. જ્યારે હું આદિવાસી ટોપી કે જેકેટ પહેરું ત્યારે કોંગ્રેસના લોકો ભાષણમાં મજાક ઉડાવે (Congress has always mocked tribal traditions). મારા આદિવાસી ભાઈઓ બહેનો તેનો જવાબ આપશે. કોંગ્રેસની સરકાર દશકો સુધી રહી, પરંતુ તેમની તકલીફો દૂર કરવા માટે તેઓએ તસ્દી ન લીધી હતી. ભાજપે દરેક સુવિધા આદિવાસી સમાજને મળે એ માટે કાર્ય કાર્ય છે. કોંગ્રેસના લોકો પ્રચાર કરશે જૂઠાનું ફેલાવશે. પરંતુ તેઓને મારા આદિવાસી ભાઈ બહેનો જવાબ આપશે. આદિવાસી વિસ્તારમાં તમામ સુવિધાઓ અમે આપી છે.
24 કલાક વીજળી મળી તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના (Jyotigram Scheme in Gujarat) હેઠળ આદિવાસી વિસ્તારના 300 ગામોમાં પ્રથમ વાર 24 કલાક વીજળી મળી છે. જ્યારે હું વડાપ્રધાન બન્યા ત્યારે જોયું કે 18000 ગામમાં વીજળીનો થાંભલો નથી. આજે દેશના દરેક ગામમાં વીજળી છે. આ હું ડાંગ જિલ્લામાં (ગુજરાતના આદિવાસી જિલ્લા કામ કરીને શીખ્યો છું) વલસાડ જિલ્લામાં મારા આદિવાસી ખેડૂતો કાજુની ખેતી કરતા થઈ ગયા. જે ગોવાના કાજુને ટક્કર મારે એવું છે. બંજર જમીન પર ખેતી કરતા થઈ ગયા છે.
સમસ્યાઓથી મુક્તિ મળે એ અમારું કામ તેઓએ જણાવ્યું હતું કે, આદિવાસી માતાના ખોળે જન્મેલા મંગુભાઈ આજે મધ્ય પ્રદેશના રાજ્યપાલ (Governor of Madhya Pradesh) છે. મંગુભાઈ હમેશાથી આદિવાસી સમાજના હિતમાં કાર્ય કર્યું છે. આવા આદિવાસી નેતાને પૈદા કરવાનો કામ ભાજપે કર્યું છે. આજે આદિવાસી સમાજના દીકરા દિકરીઓ ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. કોંગ્રેસે આદિવાસી સમાજના લોકોનો અવહેલના જ કરી છે. સ્કૂલ ઓફ એક્સલન્સ (School of Excellence) કઈ જાહેરાત કરવા આવી નથી, જેમાંથી મોટા ભાગની શાળાઓ આદિવાસી શાળાઓ બનશે. એકલવ્ય શાળા સહિત અનેક શાળાઓ અને છાત્રાલય આ વિસ્તારમાં બન્યા છે. ખેલ મહાકુંભ મોટાભાગે આદિવાસી બાળકો જીત હાંસલ કરે છે. દેશ અને વિદેશમાં આદિવાસી સમાજના આગળ આવી રહ્યા છે. અઢી લાખ ઘર આદિવાસી ભાઈ બહેનો માટે બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જ્યારે તમે અમને સેવા કરવાની તક આપી છે. સિકલ સેલ, કુપોષણ અને મહિલાઓની શારીરિક નબળી સ્થિતિ હતી. ત્યારે ઘરે ઘરે જઈને અમે આ સમસ્યાને દૂર કરવા માટે કાર્યની શરૂઆત કરી છે. આ સમસ્યાઓથી મુક્તિ મળે એ અમારું કામ છે.