ETV Bharat / state

સુરતમાં કોરોના સંક્રમણ વધતા 25 માર્ચથી 5 એપ્રિલ સુધી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં માત્ર મહત્વના કામો કરાશે - surat corona cases

સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 25 માર્ચથી 5 એપ્રિલ સુધી સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં મહત્વના કામો જ કરવામાં આવશે.

સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન
સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન
author img

By

Published : Mar 26, 2021, 10:26 AM IST

  • સુરતમાં રોજ 500 કરતાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે
  • કોરોનાં સંક્રમણ ન વધે માટે આ નિર્ણય લેવામાં આવ્યો
  • પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજને પણ લેખિતમાં જાણ કરાઈ

સુરત: શહેરમાં દિનપ્રતિદિન સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રોજિંદા 500 કરતાં વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે, ત્યારે વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. જેને લઇ સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા 25 માર્ચથી 5 એપ્રિલ સુધી મહત્વના કામો જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન

આ પણ વાંચો:11 મહિના બાદ કોર્ટની કાર્યવાહી શરૂ, રાજકોટના વકીલોમાં જોવા મળ્યો ઉત્સાહ

મહત્વના કામો સિવાય નવી તારીખ આપવાની મનાઈ

શહેરમાં વધી રહેલા કોરોના કેસને લઈ વકીલો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોર્ટ પરિસરમાં રોજિંદા લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. કોરોનાં સંક્રમણ વધી શકે તેને ધ્યાનમાં લઇ સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા આ અંગે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને કારણે કેટલાક મહત્વના કેસોમાં જો પક્ષકાર હાજર ન રહે તો તેની સામે વોરન્ટ ઇસ્યુ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. કેસને યથાસ્થિતિ રાખીને અન્ય તારીખ આપવા માટે વિનંતી કરાઈ છે. વકીલ મંડળ દ્વારા રિમાન્ડ અરજી, જામીન અરજી વગેરેના કામો બાદ કરતાં અન્ય કામો સ્થગિત રાખવા નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો:સુરતમાં કોર્ટ શરૂ કરવા ડિસ્ટ્રીકટ બાર એસોસિએશને ચીફ જસ્ટિસને કરી રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.