સુરત : દેશના ટેક્સટાઇલ સેક્ટરને આગળ લાવવા માટે અગત્યની મીટીંગ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કૃષિ બાદ ટેક્સ્ટાઇલ ટ્રેક્ટરમાં રોજગારની સંભાવનાઓ વધુ હોય છે. સુરતમાં આવવા પાછળનું કારણ છે કે, સુરત ટેક્સ્ટાઇલ સેક્ટરનું પાટનગર ગણવામાં આવે છે. આજે ભારતના આગળ વિયતનામ,બાંગ્લાદેશ જેવા શહેરો આગળ નીકળી રહ્યા છે. અને અમે પાછળ રહી ગયા છીએ. અમારે ત્યાં માર્કેટ એક્સપોર્ટ અને સ્કિલ છે. તેથી જ લોકો પણ સુરત આવી ચૂક્યા છે. સુરતને જે સ્તર પર જવું જોઈતું હતું. તે હાલ નથી જોવા મળી રહ્યું.
ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં નિવેશની જરૂરિયાત છે. નિવેશની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીની પણ જરૂરિયાત છે. આજે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા છે. નોટબંધી અને જીએસટીના કારણે બજાર ઠપ થયા છે. ચીન પણ આગળ નીકળી ગયું છે અને અમે એકસપોર્ટમાં માત્ર પાંચ ટકા રહી ગયા છે.
છેલ્લા કેટલાક સમયથી કાપડ ઉદ્યોગ મરણપથારીએ જોવા મળી રહ્યો છે. હજારો લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે આ અંગે વારંવાર વેપારીઓ દ્વારા કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં કાપડ ઉદ્યોગને કોઈ રાહત ન હતી. આ ઉપરાંત બજેટમાં પણ ક્યાંય રાહત આપવામાં આવી ન હતી. બાદમાં આજે કેન્દ્રનું ટેકસટાઇલ ઉદ્યોગનું ડેલીગેશન સુરત આવ્યું હતું. આ ડેલીગેશન ટેકસટાઇલના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ મીટીંગ ગુપ્ત રખાઈ હતી. મીટીંગની જાણ થતાં જ ફોસ્ટાના ચેરમેન અને સભ્ય પણ દોડતા આવ્યા હતા. જો કે, તેમની વાત સાંભળવામાં આવી ન હતી.