અડાજણના પાલનપુર પાટિયા નજીક આવેલ શાકભાજી માર્કેટમાં ડુંગળીની ચોરીની ઘટના સામે આવી હતી. અડાજણ વીર સાવરકર સોસાયટીમાં રહેતા સંજયભાઈ ઇંગ્લે પાલનપુર પાટિયા શાકભાજી માર્કેટમાં ડુંગળી અને બટાકાનું સ્ટોલ ધરાવે છે. જ્યાં રાત્રી દરમ્યાન આવેલા અજાણ્યા ઈસમોએ પાંચ ગુણ ડુંગળીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાત્રીના સાડા દસ વાગ્યા બાદ સ્ટોલ બંધ કરી સંજયભાઈ પોતાના કારીગર સાથે ચાલ્યાં ગયાં હતા. જ્યાં રાત્રીના બે થી ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.
આ સ્ટોલ જ્યાં પર મુકવામાં આવેલ 250 કિલો ડુંગળીની પાંચ ગુણો બીજા દિવસે જોવા ના મળતા ચોરી થઈ હોવાની જાણ સંજયભાઈને થઈ હતી. કુલ અઢાર હજારની કિંમતની ડુંગળીની ચોરી થઈ હતી. જેની પાછળનું કારણ ડુંગળીમાં થયેલ ભાવવધારો માનવામાં આવી રહ્યો છે.
જો કે, આ મામલે ડુંગળીના વેપારી દ્વારા હાલ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે.