સુરતની શાળામાં અનુસાશિત રહેનાર બાળકોએ વિશ્વ યોગ દિવસ પર ખડખડાટ હંસતા જોવા મળ્યા હતા. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પૂછતા નથી કે, તમે શા માટે આટલું હસી રહ્યા છો. બાળકોની આ ખડખડાટ હંસી જોઈ તમે પણ હસવા લાગશો. કારણ કે, આ હસવા પાછળનું મહત્વપૂર્ણ કારણ છે કે, હસવું તે યોગનો ભાગ છે જે લાફ્ટર યોગા તરીકે જાણીતું છે.
ખુશ રહેવું અને હંસવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું હોય છે, જેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. યોગના અનેક આસનોની જેમ લાફ્ટર યોગા પણ ખૂબ જ પ્રચલિત છે. સુરતમાં એક્સપેરિમેન્ટલ શાળામાં આજે 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ લાફ્ટર યોગામાં જોડાયા હતા. સુરતના પ્રખ્યાત લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળા દ્વારા આયોજિત આ લાફ્ટર યોગામાં શાળાના વિદ્યાર્થીઓ ખડખડાટ હસતા જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, પ્લાસ્ટર થેરાપિસ્ટ દ્વારા તેમને ખૂબ જ હસાવવામાં આવ્યા અને સાથે આનંદિત રહેવું અને હસવું જીવન માટે કેટલું જરૂરી છે તે બાળકો શિખવવામાં આવ્યું હતું. યોગા મનુષ્યના જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને હસવાથી મનુષ્યનું સંપૂર્ણ શરીર એક્ટિવ થઈ જાય છે.