સુરત: શહેરમાં ફરી એક વખત હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. આ વખતે સુરતના ખટોદરા વિસ્તારમાં મર્સિડીઝ કારચાલકે સાયકલ, બાઈક અને ઓટોરિક્ષા અટફેટે લીધા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જે બાદ ચાલક મર્સિડીઝ મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
એક સાયકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને કારે અડફેટે લીધી
ખટોદરા વિસ્તારમાં આવેલા ઉધના-મગદલ્લા રોડ પર બેફામ દોડતી મર્સિડીઝે એક સાયકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. જેમાં સાયકલ સવાર શ્રમિકોનું ઘટનાસ્થળે મોત થયું હતું. કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થતા લોકોએ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ખટોદરા પોલીસ ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી
આ અકસ્માતની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે અન્ય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સના મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.