સુરત : કોરોના વાઇરસના વધતા સંક્રમણને જોતા પોતે આયુષ મંત્રાલયે દરેક વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથીની દવા આર્સેનિક આલ્બમ 30 અને અસરકારક જણાવી છે. જ્યારે આ વાઇરસથી લોકોને બચાવવા માટે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ શપથ લીધા છે. સુરતના હોમિયોપેથીક ડોક્ટર દ્વારા આ દવા ખાસ તૈયાર કરવામાં આવી છે. જેથી દવા શહેરના દરેક વ્યક્તિ સુધી પહોંચે અને સુરત શહેર કોરોના વાઇરસથી મુક્ત થાય. આ દવા તબક્કા વાર લોકો સુધી પહોંચાડવામાં આવશે.
સુરતને કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે હવે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ કમાન સંભાળી - હોમિયોપેથીક
શહેરને કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે હવે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ કમાન સંભાળી લીધી છે. શહેરના દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોના વાઇરસ સંક્રમણથી બચી શકે તે માટે સુરતના હોમીઓપેથીક ડોક્ટરોની ટીમ દ્વારા આ ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે. પોલીસ જવાન, TRB અને નર્સ કે જેઓ આ વાઇરસ સામે લડનાર પ્રથમ યોદ્ધા છે. આ તમામ પોણા 2 લાખ કર્મચારીઓને આર્સેનિક આલ્બમ 30 દવા આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં દરેક સોસાયટી સુધી આ દવા પહોંચાડવામાં આવશે.
કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે હવે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ કમાન સંભાળી
સુરત : કોરોના વાઇરસના વધતા સંક્રમણને જોતા પોતે આયુષ મંત્રાલયે દરેક વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથીની દવા આર્સેનિક આલ્બમ 30 અને અસરકારક જણાવી છે. જ્યારે આ વાઇરસથી લોકોને બચાવવા માટે હોમિયોપેથીક ડોક્ટરોએ પણ શપથ લીધા છે. સુરતના હોમિયોપેથીક ડોક્ટર દ્વારા આ દવા ખાસ તૈયાર કરવામાં આવી છે. જેથી દવા શહેરના દરેક વ્યક્તિ સુધી પહોંચે અને સુરત શહેર કોરોના વાઇરસથી મુક્ત થાય. આ દવા તબક્કા વાર લોકો સુધી પહોંચાડવામાં આવશે.
Last Updated : Apr 12, 2020, 12:20 PM IST