સુરત: શહેરમાં કોવિડ-19ની કામગીરીમાં જોડાયેલા આશરે 400 જેટલા શિક્ષકોને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ શિક્ષકો માસ ક્વોરન્ટીન વિસ્તારોમાં ફરજ દરમિયાન ગેરહાજર જોવા મળ્યા છે.જ્યારે કેટલાક સુરત જિલ્લા કલેકટરનો આદેશ હોવા છતાં વતન ચાલ્યા ગયા હતા. જ્યાં તેઓ સામે પણ નોટિસ ફટકારી કાર્યવાહી કરવાની વાત સમિતિના ચેરમેન દ્વારા જણાવવામાં આવી છે.
જિલ્લા કલેકટરના આદેશ બાદ સોંપવામાં આવેલ આ કામગીરીમાં કેટલાક શિક્ષકો ફરજ દરમિયાન ગેરહાજર હતા. આશરે 400 શિક્ષકોને ફરજ પર ગેરહાજર રહેવા બદલ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. કોરોના વાઈરસના કારણે હાલ ચાલી રહેલી મહામારી વચ્ચે શહેરના માસ ક્વોરોન્ટાઇન વિસ્તારોમાં શિક્ષકોને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પરંતુ સમિતિની તપાસ દરમિયાન આ તમામ શિક્ષકો ગેરહાજર મળી આવ્યા છે. જે તમામને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.