કસ્ટોડીયલ ડેથમાં ઓમ પ્રકાશ સહિત અન્ય બે શંકમદોને ગેરકાયદેસર 3 દિવસ સુધી ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ત્રણેયને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં ઓમ પ્રકાશનું મોત થયું હતું.
આ ઘટનામાં PI સહિત 8 પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ તમામ પોલીસ આરોપી ફરાર છે. માનવધિકાર પંચમાં સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવા દ્વારા કરાઈ ફરિયાદ નોંધવામાં આવી છે.