ETV Bharat / state

Leopard Cubs: બારડોલીમાં દીપડાના તાજા જન્મેલા બચ્ચાંનું માતા સાથે મિલન, સમગ્ર ઘટના CCTVમાં કેદ

બારડોલી તાલુકાના તાજપોર ગામના ખેતરમાંથી ચાર દિવસનું દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું. જેનું વનવિભાગની ટીમે સ્વયંસેવી સંસ્થા સાથે મળી તેની માતા સાથે મિલન કરાવ્યું હતું. આ સુખદ ક્ષણનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 9, 2023, 10:21 PM IST

દીપડાના તાજા જન્મેલા બચ્ચાંનું માતા સાથે મિલન

બારડોલી: ગતાજપોર ગામના વૈજનાથ ફળિયા નજીક આવેલા નિલેષભાઈ પટેલના ખેતરમાંથી દીપડાનું તાજું જન્મેલું બચ્ચું મળી આવ્યું હતું. આ અંગે બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખને જાણ થતાં તેમની ટીમે સ્થળ પર પહોંચી હતી અને વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. ખેતરમાં મૂકેલા બચ્ચાને દીપડી લઈ જતાં વનવિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલના સ્વયંસેવકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાજપોર ગામના ખેતરમાંથી ચાર દિવસનું દીપડાનું બચ્ચું મળી આવ્યું

પશુ ચિકિત્સક પાસે તપાસ: તપાસ કરતાં આ બચ્ચું માત્ર ચાર પાંચ દિવસનું જ હોવાનું જાણવા મળ્યું હતું. વન વિભાગે કબ્જો લઈ બચ્ચાની પશુ ચિકિત્સક પાસે તપાસ કરાવ્યા બાદ જરૂરી ખોરાકની વ્યવસ્થા કરી હતી. દરમ્યાન સાંજે 6 વાગ્યે જ્યાંથી બચ્ચું મળી આવ્યું હતું તે જગ્યાએ ખેતરમાં એક બોક્સમાં મૂકવામાં આવ્યું હતું. બચ્ચાની ગતિવિધિ તપાસવા માટે આજુબાજુ 4જી સીસીટીવી કૅમેરા પણ ગોઠવવામાં આવ્યા હતા.

બચ્ચાની ગતિવિધિ તપાસવા માટે આજુબાજુ 4જી સીસીટીવી કૅમેરા પણ ગોઠવવામાં આવ્યા

બચ્ચાનો અવાજ સાંભળી માતા લેવા આવી: રાત્રે 8.06 વાગ્યે બચ્ચાની માતા તેનો અવાજ સાંભળીને ખેતરમાં મૂકેલા બોક્સ પાસે આવી હતી. બોક્સમાં મૂકેલા તેના બચ્ચાને લઈને ખેતરાડી વિસ્તારમાં રવાના થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. માતા સાથે કરાવવામાં આવેલા સુખદ મિલનને કારણે વન વિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેરની ટીમે રાહત અનુભવી હતી. આ ઉપરાંત ગ્રામજનોએ પણ બચ્ચું સહિસલામત તેની માતા પાસે પહોંચી જતાં વન વિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.

બચ્ચાનો અવાજ સાંભળી માતા લેવા આવી
બચ્ચાનો અવાજ સાંભળી માતા લેવા આવી

માતા સાથે સુખદ મિલન: આ અંગે બારડોલી વન વિભાગના આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આ દીપડાનું બચ્ચું માત્ર ચાર જ દિવસનું હતું. પશુ ચિકિત્સક પાસે તપાસ કરાવ્યા બાદ વન વિભાગની ટીમે ગત રાત્રે માતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. બચ્ચું એકદમ સ્વસ્થ હતું.

  1. આખરે માતાની ગોદમાં પહોંચ્યા વિખુટા બાળ દીપડા, જૂઓ વીડિયો...
  2. Kutch News : વન્યપ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવી, દીપડાની સંખ્યામાં વધારો, રાજ્ય સરકાર બહાર પાડશે આંકડાઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.