ETV Bharat / state

Navratri 2023: આંખ પર કાળી પટ્ટી અને પગમાં સ્કેટિંગ સાથે દાંડિયારાસ, જુઓ ખેલૈયાઓનો થનગનાટ - ETVBHARATGUJARAT Surat Navratri Garba

શું તમે સાંભળ્યું છે કે સ્કેટિંગ પર ગરબા થઈ શકે ? આંખ પર કાળી પટ્ટી બાંધીને સુરતના ખેલૈયાઓ સ્કેટિંગ પર દિલધડક ગરબા રમી રહ્યા છે. મહિનાની મહેનત બાદ આખરે ખેલૈયાઓ સૌથી મુશ્કેલ કહી શકાય એવા સ્કેટિંગ ગરબા રમી શકાતા હોય છે.

સ્કેટિંગ પર ગરબા
સ્કેટિંગ પર ગરબા
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 3:24 PM IST

સૌથી મુશ્કેલ કહી શકાય એવા સ્કેટિંગ ગરબા

સુરત: આદ્યશક્તિ મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો રંગ જામી રહ્યો છે. શહેરમાં કોમર્શિયલથી માંડી શેરી ગરબાઓની ઝાંખીઓ જોવા મળે છે. જેમાં ખેલૈયાઓ ગરબાના અનેક સ્ટેપ કરતા જોવા મળે છે. પરંતુ સુરત ખાતે એક વિશેષ પ્રકારના ગરબાનું લોકોમાં આકર્ષણ જોવા મળ્યું છે. જી હાં સુરતમાં ખેલૈયાઓ સ્કેટિંગ પહેરીને ગરબા અને દોઢિયાની રમઝટ બોલાવી રહ્યા છે. જે સૌ કોઈ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

સ્કેટિંગ પર ગરબા
સ્કેટિંગ પર ગરબા

વિદેશમાં પણ સ્કેટિંગ ગરબાનું આકર્ષણ: આંખ પર કાળી પટ્ટી, હાથમાં દાંડિયા અને પગમાં સ્કેટિંગના કોમ્બિનેશન સાથે સુરતના ખેલૈયાઓ આ વર્ષે નવરાત્રીમાં સ્કેટિંગ ગરબા રમવા માટે તૈયાર થયાં છે. વિશેષ તાલમેલ અને મહિનાઓની પ્રેક્ટિસ બાદ જ્યારે એક સાથે 80 ખેલૈયાઓ સ્કેટિંગ ગરબા રમે છે ત્યારે લોકો વિશ્વાસ કરી નથી શકતા કે સ્કેટિંગ ઉપર આટલા સરસ ગરબા પણ રમી શકાય છે. સ્કેટિંગ ગરબા માત્ર અહીંના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર નથી પરંતુ વિદેશમાં પણ લોકો આ ગરબાને જોઈ સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી જાય છે. જ્યારે આ ખેલૈયાઓએ સ્પેનમાં આ ગરબાનો પ્રોગ્રામ કર્યો ત્યારે લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

વિશેષ તાલમેલ અને મહિનાઓની પ્રેક્ટિસ
વિશેષ તાલમેલ અને મહિનાઓની પ્રેક્ટિસ

'અન્ય ગરબાઓ કરતા સ્કેટિંગ ગરબા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઘોડદોડ રોડ વિસ્તારમાં આ યુવતીઓનું ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી સ્કેટિંગ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યું હતું. જ્યાં આ પ્રેક્ટિસ હવે પૂર્ણ થઈ ગઈ છે અને ખેલૈયાઓ સ્કેટિંગ પર ગરબા, દોઢિયા અને દાંડિયાની રમઝટ બોલાવી રહ્યા છે. સ્કેટિંગ પર અવનવા સ્ટેપની સાથે ગરબા કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ ખેલૈયાના ગ્રુપે આ શક્ય કરી બતાવ્યું છે. - મીના મોદી, ગરબા સ્કેટિંગના ટ્રેનર

અલગ અલગ સ્ટેપ પર ગરબા: તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, સ્કેટિંગ ગરબા કરવા માટે ખાસ ફ્લોરિંગ વાળી જગ્યાની જરૂર પડતી હોય છે, જ્યાં આ યુવતીઓ પણ ફ્લોરિંગવાળી જગ્યાઓ પર જઈ સ્કેટિંગ ગરબા રમવાની છે. આ ગ્રુપ દ્વારા હાલ અલગ અલગ સ્ટેપ પર મ્યુઝિક સિસ્ટમના સથવારે સાલસા, હિપહોપ, કંટેમ્પરરી, રાજસ્થાની તેમજ વેસ્ટર્ન ગરબાની પ્રેક્ટિસ કરવામા આવી રહી છે. સુરતમાં આ વખતે સાદા ગરબા અને દોઢિયાની સાથે સ્કેટિંગ ગરબાનો ક્રેઝ પણ જોવા મળવાનો છે. સ્કેટિંગ ગરબા પર થનગની ઉઠવા યુવક-યુવતીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  1. Shardiya Navratri 2023 4 day : નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાને આ રીતે કરો પ્રસન્ન, જાણો મંત્ર અને આરતી
  2. Navratri 2023: જીજ્ઞેશ કવિરાજના સૂર સાથે માણો નોરતાની રમઝટ, જુઓ વીડિયો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.