ETV Bharat / state

સુરતના ગોરબાઈ માતાના મંદિરે કોરડો પ્રસાદ લેવા ભક્તોની ભીડ ઉમટી

author img

By

Published : Oct 6, 2019, 4:53 PM IST

સુરતઃ સામાન્ય રીતે લોકો શીરાનો કે કોઈ સ્વાદિષ્ટ પ્રસાદ લેવા માટે પડાપડી કરે છે, પણ સુરતમાં એક મંદિર એવું છે, જ્યાં લોકો કોરડાનો પ્રસાદ લેવા માટે પડાપડી કરે છે. તમને જાણીને નવાઈ લાગશે,પણ આ હકીકત છે. આ મંદિરમાં ભક્તો કોરડાની મારને પ્રસાદરૂપે હસતાં મુકે સ્વીકારે છે. તેઓ આ પ્રસાદીને માની કૃપા સમજે છે. આ પૌરાણિક મંદિર આશરે 200 વર્ષ જૂનું છે. કહેવાય છે કે, કોરડા પ્રસાદની પ્રથા સદીઓથી ચાલતી આવે છે. હાલ, પણ આ મંદિરમાં કોરડો પ્રથાનું એટલું જ મહત્વ જોવા મળે છે.

સુરતના બાઈમાતાના મંદિરે કોરડો પ્રસાદ લેવા ભક્તોની ભીડ ઉમટી

સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોર બાઈમાતાનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં કોરડાનો અને ખીચડાનો પ્રસાદ લેવા માટે ભક્તો લૂંટ ચલાવે છે. 200 વર્ષ જૂના આ મંદિરમાં નવરાત્રીમાં ગોર માની પૂજા અર્ચના કરીને ખીચડાનો પ્રસાદ આપવામાં આવે છે. કહેવાય છે કે, આ મંદિરમાં પ્રસાદ લૂંટીને ખાવાની પરંપરા છે.

સુરતના બાઈમાતાના મંદિરે કોરડો પ્રસાદ લેવા ભક્તોની ભીડ ઉમટી

આ મંદિર ખાસ વિશેષતાં છે કે, અહીં, કોરડા પ્રસાદની અનોખી પ્રથા જોવા મળે છે. સામાન્ય રીતે લોકો કોરડા મારથી ડરે છે. પણ આ મંદિર પ્રસાદીરૂપે મારવામાં આવતાં કરોડાને ઝીલવા માટે લોકો વર્ષની રાહ જુએ છે. આ કોરડા પ્રસાદને લઈ એવી લોકમાન્યતા છે કે, આ કોરડાનો માર ઝીલનાર વ્યક્તિ પર માની કૃપા થાય છે, અને પાપનું નિવારણ થાય છે. જેના કારણે માનસિક શાંતિ મળે છે. આમ, આ મંદિરમાં મીઠાઈ, શ્રી ફળ અને ખીચડાના પ્રસાદની સાથે કોરડોનો પ્રસાદ આપવામાં આવે છે. જેને લેવામાં ભક્તો પડાપડી કરતાં જોવા મળે છે.

આ અંગે વાત કરતાં મંદિરના પૂજારી ધીરજ માતાવળાએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં મોગલના આક્રમણથી બચવા માટે એક બાળકીએ વાવ પડી ગઈ હતી. મૃત્યુ બાદ બાળકી તેના પરીવારના સપના આવીને જણાવ્યું હતું કે , તે વાવમાં કમળનારૂપે સ્થાપિત છે. ત્યારબાદ લોકોએ વાવ જોયું તો વાવમાં કમળ હતું. જેને લોકોએ માની કૃપા સમજીને કમળ લાવી મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી આ મંદિરમાં અવિરત માની અરાધના કરવામાં આવી રહી છે.

Intro:સુરત : ક્યારે સાંભળ્યું છે કે પ્રસાદ ખાવવા માટે ભક્તો પ્રસાદની લૂંટ કરે..સુરતમાં એક મંદિર એવુ છે જ્યાં નવરાત્રી ના દિવસે માતાજીને ચઢાવવામાં આવતા ખીચડા ના પ્રસાદ ખાવવા માટે ભક્તો લૂંટ કરે છે. એવું જ નહીં સુરતના ગોરબાઈ માતાના મંદિર માં કોરડા નો પ્રસાદ લેવા ભક્તોની પડાપડી થાય છે.જ્યાં કોરડા નો પ્રસાદ લેતા ભક્તો મંદિર ના પટાંગણ બહાર નજરે જોવા મળ્યા....અહીં કોરડાનો પ્રસાદ ખાઈ ભક્તો ધન્યતા અનુભવે છે. આ ગોરબાઈ માતાનું મંદિર 201 વર્ષ જૂનું છે અને આ મંદિરની પરંપરા બે સદીઓ થી ચાલતી આવી રહી છે.

Body:સુરતના ગોપીપુરા વિસ્તારમાં લોકો લૂંટ કરવા હાથ જોડી ઉભા રહ્યા હતા. લૂંટ કરવા કલાકો પહેલા તેઓ પહોંચી ગયા હતા. ભક્તગણ 201 વર્ષ જુના ગોર બાઈમાતાના મંદિર ખાતે મોટી સઁખ્યાંમાં હાજર થઈ જતા હોય છે.કારણ કે તેઓને લૂંટ કરી પ્રસાદ ખાવવું છે. ગોર બાઈમાતાના મંદિરમાં વર્ષમાં એક વખત તે પણ નવરાત્રીના સમયે ખીચડો પ્રસાદ તરીકે આપવામાં આવે છે. 100 કિલોના આ પ્રસાદ ખાવવા માટે હજારો ની સખ્યામાં લોકો હાજર રહે છે. અહીં 200 વર્ષથી પ્રસાદ લૂંટી ને ખાવવા ની પરંપરા છે. ગોર બાઈમાતાનું મંદિર અંગે અહીં ના પૂજારી ધીરજ માતાવાળાએ જણાવ્યું હતું કે મોગલો જ્યારે આક્રમણ કરવા અહીં આવ્યા હતા. ત્યારે એક બાળકી ભયથી વાવમાં પડી ગઈ હતી. ત્યાર બાદ પરિવારના સભ્યને સપનો આવ્યો કે બાળકી કમળના રૂપે વાવમાં સ્થાપિત છે. લોકોએ જોયું ત્યારે એક કમળ વાવમાં હતું. ત્યારે લોકોએ કમળ ને લાવી મંદિરમાં સ્થાપિત કર્યું ને માતાના રૂપે લોકો પૂજન કરવા લાગ્યા..

માત્ર પ્રસાદી નિ લૂંટ જ નહીં અહીં કોરડા ખાવાની પ્રથા પણ છે. કેટલાક લોકોને કોરડા મારવામા આવતા અનેક લોકોને લાગ્યું કે તેઓએ કોઈ ગુનો કર્યું હશે. કોરડા મારવાની સજા આમ તો અરબ દેશોમાં આપવામાં આવે છે. પરન્તુ આવા પ્રકારના દૃશ્યો સુરતના ગોપીપુરાના એક મંદિરમાં જોવા મળે છે. પરન્તુ લોકો અહીં કોરડા પ્રસાદ રૂપમાં ખાય છે. જેના માટે એક વર્ષ સુધી રાહ જોતા હોય છે.સુરત ગોપીપુરાના મોટી છીપવાડ વિસ્તારમાં સદીઓ જૂનું ગોર બાઈમાતાનું મંદિર આવ્યું છે. આ મંદિરમાં છેલ્લી બે સદીથી કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. પ્રસાદનું મહત્વ સમજાવતા મંદિરના પૂજારી કહે છે શ્રદ્ધાળુઓને ગોરમાતા પ્રત્યે ભારે શ્રદ્ધા છે.

Conclusion:કોરડાનો પ્રસાદ ખાનાર ભક્તો એવું માને છે કે આ પ્રસાદ ને કારણે માતાજીની મહેર થાય છે અને તેમણે જાણ્યે અજાણ્યે કરેલા પાપ દૂર થાય છે. તેના કારણે માનસિક શાંતિ પણ મળે છે. નવરાત્રી દરમિયાન માતાજીને મીઠાઈ, શ્રીફળ નો પ્રસાદ ચઢાવવામાં આવે છે. પરંતુ આ મંદિરે વડી અને સુવાળી ના પ્રસાદ સાથે કોરડા નો પ્રસાદ આપવામાં આવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.