ETV Bharat / state

Murder case in Surat: નિરાધાર બાળકોની વ્હારે આવ્યા સુરત જિલ્લા SP ઉષા રાડા - Vatsalya Dham Institute

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના(Murder case in Surat ) વરેલી ગામે હત્યાની ઘટના બની હતી. આ ઘટનાને ગંભીરતાથી કડોદરા પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી ગુનો ઉકેલી નાખ્યો હતો.આ કેસમાં નિરાધાર બનેલા ચાર બાળકોની વ્હારે સુરત જિલ્લા એસપી ઉષા રાડા (Surat District SP Usha Rada )આવ્યા હતા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓને આશ્રમમાં મોકલવમાં આવ્યા હતા.

Murder case in Surat: નિરાધાર બાળકોની વ્હારે આવ્યા સુરત જિલ્લા SP ઉષા રાડા

author img

By

Published : Feb 9, 2022, 7:19 PM IST

સુરતઃ ગત તારીખ 28ના રોજ પલસાણાના વરેલીમાં હત્યાની ઘટના( Murder in Palsana vareli)બની હતી. જેમાં સાફ સફાઈ જેવા સામાન્ય ઝઘડામાં પોતાની 41 વર્ષીય કાકીને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે આ ઘટનાને ગંભીરતાથી કડોદરા પોલીસે (Surat District Police )ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી ગુનો ઉકેલી (Murder case in Surat)નાખ્યો હતો. પણ મૃતક મહિલા વિધવા હોવાથી પહેલાથી પિતા વગરના બાળકો હવે માતા વગરના થઈ ગયા હતા અને નિરાધાર બની ગયા હતા. જોકે સુરત જિલ્લા SP ઉષા રાડા એ ઘટનાની આકસ્મિક મુલાકાત કરતા તેઓને પડીત પરિવારના વયોવૃદ્ધ માડી બાળકોના ઉછેરમાં પોલીસ કઈ મદદ કરે એ માટે અપીલ કરી હતી. સુરત જિલ્લા SP ઉષા રાડાએ બાળકોને ઉછેર માટે વૃદ્ધ માડી આશ્વાસન આપ્યું હતું આસપાસની સામાજિક સંસ્થાઓનો સંપર્ક શરૂ કર્યો હતો.

સુરત જિલ્લા SP ઉષા રાડા

બાળકો પગભર થયા ત્યાં સુધી રહેશે વાત્સલ્ય ધામમાં

સુરત જિલ્લા SP ઉષા રાડા તેમજ કડોદરા પોલીસ સ્ટેશન ના પી.આઈ હેમંત પટેલએ કામરેજના ખોલવડ ગામે ચાલતી વાત્સલ્ય ધામ નામની સંસ્થાનો(Vatsalya Dham Institute) સંપર્ક કર્યો હતો. સંસ્થાના પ્રમુખ વસંત ગજેરાને સમગ્ર ઘટનાથી વાકેફ( Murder in Palsana vareli)કર્યા હતા. સંસ્થાના પ્રમુખ દ્વારા હા પાડી દીધી હતી અને મા-બાપ વગર નિરાધાર થયેલા ચારેય બાળકો પગભરના થાય ત્યાં સુધી તેમજ તેઓના અભ્યાસની પણ જવાબદારી સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે ખોલવડ ગામે કાર્યરત વાત્સલ્ય ધામમાં હાલ 700થી વધુ ગરીબ, નિરાધાર બાળકો આશરો લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Murder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હૂમલો કર્યો

બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે આશ્રમમાં મુકવામાં આવ્યા

આમ તો પોલીસ કોઈપણ ગુનાહિત ઘટના બનતી હોય છે એમા આરોપીઓ સુધી પહોંચી કેસ પૂરો કરી દેતી હોય છે. પણ સુરત જિલ્લા એસપી ઉષા રાડા આરોપીઓ સુધી પહોંચી જેલના સળિયા પાછળ ધકેલે છે અને ભોગ બનેલા પરિવારોનું પણ વિચારે છે. તેઓના ભવિષ્ય માટે ચિતા પણ કરે છે ત્યારે વરેલી ખાતે બનેલી ઘટનામાં પણ આ જ રીતનું હતું. જિલ્લા એસપી એ વયોવૃદ્ધ માડીની વાતને ધ્યાનમાં લઈ તાત્કાલિક આ પ્રકારનું કાર્ય કર્યું કારણ કે પોતાના પરિવારનો જ સભ્ય જો કાકીની હત્યા કરી દેતા હોય તો આ નિરાધાર બાળકોનું શુ ? આ વાતને લઈને તેઓએ બાળકોને આશ્રમમાં મુક્યા.

સમાજ સેવા કરવા હંમેશા તત્પર રહે છે ઉષા રાડા

સુરત જિલ્લા SP ઉષા રાડા સમાજ સેવા 24 કલાક તત્પર રહે છે. સુરત જિલ્લામાં ઘણા સામાજિક કાર્યો કર્યા છે. નિરાધાર બાળકોને આશરો અપાવવો, મહિલા બુટલેગરોને સાચી રાહ ચીંધી તેઓને રોજગાર આપવો, મુંગા પશુઓની સેવા કરવી, સિનિયર સિટીઝનોના દર મહિને ખબર પૂછવા, કોરાના કાળમાં ગરીબોને અનાજ આપવું, આપઘાતનો વિચાર કરવા જતાં લોકોને બચાવવા તેમજ મહિલા પોલીસ કર્મીઓના બાળકોનો સારો ઉછેર થાય એ માટે પોલીસ સ્ટેશનમાં ઘોડિયા ઘર શરૂ કરવા આવી અનેક પ્રકારની સેવા તેઓએ કરી સુરત જિલ્લાના લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચોઃ Murder Case in Surat : સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના કર્મચારી હુમલા મામલે પોલીસે હત્યાની કલમો ઉમેરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.