ETV Bharat / state

સાંસદ પ્રભુ વસાવાએ સંસદમાં ગુજરાતની સુગર ફેકટરીઓની 220 કરોડની સબસીડી રિલીઝ કરવા માગ કરી - surat updates

છેલ્લા બે વર્ષથી કોરોનાની વિકટ પરિસ્થિતિ હોવા છતાં દક્ષિણ ગુજરાતની 14 સહિત રાજ્યની 17 સુગર ફેકટરીઓ દ્વારા એક્સપોર્ટ ખાંડમાં સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા મળી નથી. સંસદમાં સાંસદ પ્રભુ વસાવાએ ઝીરો અવર્સ દરમિયાન સરકાર પાસે સબસીડી આપવાની માગ કરી છે. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 આ બે વર્ષ દરમિયાન આ સુગર ફેકટરીઓ દ્વારા કરવામાં આવેલા ખાંડ એક્સપોર્ટ સામે 220 કરોડની સબસીડી અત્યાર સુધી મળી નથી.

સાંસદ પ્રભુ વસાવા
સાંસદ પ્રભુ વસાવા
author img

By

Published : Jul 28, 2021, 2:40 PM IST

  • ખાંડ સામે અત્યાર સુધી સબસીડી મળી નથી
  • દક્ષિણ ગુજરાતમાં 14 સુગર મંડળીઓ આવી છે
  • ઝીરો અવર્સ દરમિયાન સરકાર પાસે સબસીડી આપવાની માગ

સુરત: સંસદમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવા (prabhu vasava) એ દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓની 220 કરોડની સબસીડી રિલીઝ કરવા માગ કરી છે. વર્ષ 2019-20 અને 2020-21માં એક્સપોર્ટ કરેલી ખાંડ સામે અત્યાર સુધી સબસીડી મળી નથી. દક્ષિણ ગુજરાતમાં 14 સુગર મંડળીઓ આવી છે.

પ્રભુ વસાવાએ ઝીરો અવર્સ દરમિયાન સરકાર પાસે સબસીડી આપવાની માગ કરી

છેલ્લા બે વર્ષથી કોરોનાની વિકટ પરિસ્થિતિ હોવા છતાં દક્ષિણ ગુજરાતની 14 સહિત રાજ્યની 17 સુગર ફેકટરીઓ દ્વારા એક્સપોર્ટ ખાંડમાં સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા મળી નથી. સંસદમાં સાંસદ પ્રભુ વસાવા (prabhu vasava) એ ઝીરો અવર્સ દરમિયાન સરકાર પાસે સબસીડી આપવાની માગ કરી છે. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21 આ બે વર્ષ દરમિયાન આ સુગર ફેકટરીઓ દ્વારા કરવામાં આવેલા ખાંડ એક્સપોર્ટ સામે 220 કરોડની સબસીડી અત્યાર સુધી મળી નથી. સબસીડી ક્યારે રિલીઝ કરવામાં આવશે તેવો પ્રશ્ન સાંસદ પ્રભુ વસાવાએ ઉઠાવ્યો હતો.

ગુજરાતની સુગર ફેકટરીઓની 220 કરોડની સબસીડી રિલીઝ કરવા માગ કરી

આ પણ વાંચો: ભારતીય કિસાન સંઘે કર્યો ખેડૂત વિરોધી રાજ્ય સરકારની નીતિનો વિરોધ

220 કરોડો રૂપિયાની સબસીડી ક્યારે રિલીઝ થશે

બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ કેન્દ્રના પુરવઠા વિભાગના પ્રધાન સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, બારડોલી સુગર સહિત દક્ષિણ ગુજરાતની 14 અને રાજ્યની 17 સુગર ફેક્ટરીઓને છેલ્લા બે વર્ષથી ખાંડેક સપોર્ટ કરવા સામે સબસીડી મળી નથી. કોરોનાની વિગત એવી સ્થિતિમાં સબસીડી નહીં મળતાં સુગર ફેકટરીઓ ખેડૂતોને શેરડીની ચૂકવણી પૂર્ણ સ્વરૂપે કરી શકતી નથી. જેના કારણે તેમની સ્થિતિ પણ કફોડી બની છે. બીજી બાજુ કોરોનાની બીજી લહેર પછી સુગર ફેકટરીઓ લાંબા સમય બંધ રહી હતી. સબસીડીની મોટી રકમ લોક રહેતા મંડળીઓના કામકાજ પર પણ ભારે અસર થઇ રહી છે.

આ પણ વાંચો: Electronic vehicle Policy Update: ટુ-વ્હીલર માટે 20,000, રીક્ષા માટે 50,000 અને કાર માટે 1,50,000ની સબસીડી આપવાની જાહેરાત

શેરડીના ખેડૂતોમાં આશાની કિરણ

આ મામલે ગુજરાતના ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ ખાંડનું બમ્પર ઉત્પાદન થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ એક્સપોર્ટ પર સબસીડી આપવામાં આવે છે. ગુજરાતમાંથી 18 લાખ ક્વિન્ટલ ખાંડના દાગીનાઓનું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. ખેડૂતોને શેરડીના સારા ભાવ પણ મળતા હતા, પરંતુ સબસીડી અટકી જવાથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આજે સંસદમાં સાંસદ પ્રભુ વસાવાએ આ અંગે રજૂઆત કરી છે. જેના કારણે શેરડીના ખેડૂતોમાં આશાનું કિરણ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.