સુરત: સુરતમાં એક શ્વાન એક વૃદ્ધાના મોતનું કારણ બન્યું છે. સુરતના ભટાર વિસ્તારની આઝાદનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય કમલાબેન જગદીશભાઈ સૂર્યવંશીનું શ્વાનના કારણે મૃત્યું નીપજ્યું છે. તેઓ 17 નવેમ્બરના રોજ તેમના પુત્ર રાજેશ સાથે સંબંધીના ઘરેથી બાઈક પર બેસીને આવી રહ્યાં હતાં તે દરમિયાન અચાનક બાઈક આગળ શ્વાન આવી જતાં માતા-પુત્ર બાઈક પરથી પટકાયા હતાં. જેમાં બંને માતા-પુત્રને ઈજા પહોંચી હતી અને તેમને તાત્કાલીક હોસ્પિટલ ખેસડવામાં આવ્યાં હતાં. જોકે, ગઈકાલે 23 નવેમ્બરના રોજ કમલાબેન સારવાર દરમિયાનનું મૃત્યું થયું હતું.
તંત્રને મૃતક પરિવારની ટકોર: મૃતકના સંબંધી રમેશભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, બંને માતા-પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે 17મી નવેમ્બરના રોજ આ ઘટના બની હતી. બાઇક સામે શ્વાન આવી જતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બંનેને ઈજા પહોંચી હતી અને તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન કમલાબેનનું મોત નીપજ્યું હતું. આ તકે મૃતકના સંબંધીએ તંત્રને શહેરમાં રખડતા શ્વાનના આતંકને લઈ ગંભીરતાથી કોઈ એક્શન લેવાની ટકોર કરી હતી.
એક્સિડેન્ટલ ડેથ અંગે ફરિયાદ દાખલ: સુરત નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પાસેથી મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે એક્સિડેન્ટલ ડેથ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માત બાદ પુત્રએ જણાવ્યું હતું કે, રસ્તા વચ્ચે શ્વાન આવી જતા આ દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં બંને માતા-પુત્રને ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમની માતાનું મૃત્યુ નીપજ્યું હતું.