સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તારીખ 21 ઓક્ટોબર 2022ના માતા એ બાળકીને જન્મ આપ્યા બાદ તારીખ 25 તારીખે કોઈક કરોણોસર બાળકીને ત્યજીને (mother abandons 14 day old baby girl) જતી રહી હતી. જોકે હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાં મુકવામાં આવેલ છે. છેલ્લા 12 દિવસથી બાળકીની દેખરેખ સિવિલ હોસ્પિટલના NICU વિભાગ કરી રહ્યું છે.
અજીબ ઘટના બાળકીનું વજન દોઢ કિલો હોવાથી બાળકીને કાચની પેટીમાં મુકવામાં આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અજીબ ઘટના સામે છે. હોસ્પિટલમાં તારીખ 21 ઓક્ટોબર 2022ના રોજ એક મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી. આ પ્રસુતિમાં માતાએ બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકીનું વજન દોઢ કિલો હોવાથી બાળકીને કાચની પેટીમાં મુકવામાં આવી છે. ત્યારે માતાએ બાળકીની બે દિવસ સુધી દેખરેખ કર્યા બાદ તારીખ 25 ઓક્ટોબરથી કોઈ કારણસર બાળકીને ત્યજી જતી રહી હતી.
બાળકીને છોડી તારીખ 25 ઓક્ટોબર ના રોજ બાળકીને છોડી ને જતા રહ્યા હતા. આ બાબત સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર ઓમકાર ચૌધરી જણાવ્યું કે, આ બેબીના માતા પિતા તારીખ 25 ઓક્ટોબરના રોજ બાળકીને છોડી ને જતા રહ્યા હતા. 25 તારીખ થી આજદિન સુધી અમને એમ આશા હતી કે, બાળકીને માતા પિતા આવશે પરંતુ નહીં આવતા આજે અમે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે.
બાળકીની દેખરેખ બાળકીની દેખરેખ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) NICU વોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું કે, 21 તારીખે જ્યારે માતા પ્રસુતિ માટે આવી હતી ત્યારે માતા બાળકીને જન્મ આપ્યો હતો. અને પાંચ દિવસ સુધી માતાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલની નવી કિડની બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો હતો. કારણકે પ્રસુતિ થયા બાદ માતા ખુબ જ અસ્વસ્થ થઇ ગઈ હતી. જેથી તેમને એડમિટ કરવામાં આવ્યા હતા. બાળકીને જોવા માટે તેમના પિતા નિયમિત NICU માં આવતા હતા.પરંતુ અચાનક જ માતા અને પિતા બંનેઓ બાળકીને ત્યજી જતા રહ્યા હતા. આ બાળકીને પિતાનું નામ રાહુલ સોલંકી છે. જેઓ કોસંબામાં આવેલ સવા આમલી ગામમાં રહે છે. હાલ બાળકીની દેખરેખ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) NICU વોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતે ખટોદરા પોલીસના ASI ધવલ રામજીએ જણાવ્યુંકે, આ મામલે સાંજે સિવિલ હોસ્પિટલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. અમે આ મામલે બાળકી ના માતા પિતાની શોધખોળો પણ ચાલુ કરી દીધી છે.