ETV Bharat / state

બારડોલી નગરપાલિકામાં 50,000થી વધુ મતદારો કરશે મતદાન - બારડોલી ન્યૂઝ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારના રોજ બારડોલી તાલુકા સેવા સદન ખાતે બારડોલી નગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ચૂંટણીની આચારસંહિતા અને ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી.

ETV BHARAT
બારડોલી નગરપાલિકામાં 50,000થી વધુ મતદારો કરશે મતદાન
author img

By

Published : Feb 5, 2021, 3:30 PM IST

  • 49 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે
  • ઉમેદવારોના ઘરમાં શૌચાલય જરૂરી
  • બેઠકમાં અલગ અલગ પાર્ટીના આગેવાનો હાજર રહ્યા

સુરત: સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોની સાથે સાથે વહીવટી તંત્રએ પણ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. આગામી 28મીના રોજ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને SDM વી.એન.રબારીની અધ્યક્ષતામાં મંગળવારના રોજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠક અને ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બારડોલી નગરપાલિકામાં 50,000થી વધુ મતદારો કરશે મતદાન

કોરોના ગાઇડલાઈનનું પાલન કરવામાં આવશે

ચૂંટણી આચારસંહિતા અને કોવિડ-19ના નિયમો અંગે માહિતી આપતા ચૂંટણી અધિકારી વી.એન.રબારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન ફરજીયાત કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમેદવારો સાથે માત્ર દરખાસ્ત કરનારા અને ટેકેદાર એમ 2 જ વ્યક્તિઓ હાજર રહી શકશે. આ ઉપરાંત ઉમેદવારી નોંધાવનારાને 2 બાળકો અને તેમના ઘરમાં શૌચાલય હોવું ફરજીયાત છે.

50,520 મતદાતાઓ કરશે મતદાન

તેમણે વધુમાં જણાવ્યું કે, બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 50,520 મતદાર પોતાના માતાધિકારનો ઉપયોગ કરશે. જે પૈકી 25,764 પુરુષ, 24,754 સ્ત્રી અને 2 નાન્યતર જાતિના લોકો મતદાન કરશે. આ મતદાન પ્રક્રિયા માટે બારડોલીની બી.એ.બી.એસ. હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

49 મતદાન કેન્દ્રો પર યોજાશે મતદાન

બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડમાં ગત ચૂંટણીમાં 55 મતદાન કેન્દ્રો હતા. જે ઘટાડીને આ વખતે 49 કરવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.