ETV Bharat / state

સુરત RTOનો સફળ પ્રયાસ, 34 હજારથી વધુ લોકોએ ઓનલાઇન પ્રક્રિયાનો લાભ ઉઠાવ્યો

કોરોના વાઇરસ મહામારીને કારણે તમામ વસ્તુઓ અને તમામ વિભાગ બંધ પડ્યા હતા, ત્યારે મહત્વનું કામ ઓનલાઇન પ્રક્રિયાથી કરવામાં આવી રહ્યું છે. આ જ પ્રકારે સુરત RTO માં ઓનલાઇન પ્રક્રિયાનો આશરે 34 હજારથી વધુ લોકોએ લાભ ઉઠાવ્યો હતો. જેમાં મહત્તમ લોકોએ લાયસન્સ રીન્યૂ, ડુપ્લિકેટ લાયસન્સ બનાવવા સહિતની કામગીરીનો લાભ ઉઠાવ્યો છે.

Surat RTO
Surat RTO
author img

By

Published : Oct 16, 2020, 6:58 PM IST

  • કોરોના મહામારીને કારણે સુરત RTOનો નવતર પ્રયાસ
  • RTO ની ઓનલાઇન પ્રક્રિયાનો 34 હજારથી વધુ લોકોએ લાભ ઉઠાવ્યો
  • RTO માં આવતા વાહન ચાલકોના થર્મલ સ્ક્રીનીંગ સહિત હેન્ડ સેનીટાઇઝની કામગીરી
  • સુરત આરટીઓ કચેરી 4 જૂનથી રાજ્ય સરકારના આદેશ બાદ શરૂ કરાઇ

સુરત: કોરોના મહામારીને કારણે જૂન મહિનાથી હમણાં સુધી સુરત આરટીઓમાં ઓનલાઈન પ્રક્રિયાનો આશરે 34000 હજારથી વધુ લોકોએ લાભ ઉઠાવી લાયસન્સ રીન્યૂ, ડુપ્લિકેટ લાયસન્સ બનાવવા સહિતની કામગીરીનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે. કોરોના મહામારી વચ્ચે મર્યાદિત સંખ્યા સાથે સુરત આરટીઓ કચેરી 4 જૂનથી રાજ્ય સરકારના આદેશ બાદ શરૂ કરવામાં આવી હતી. જેમાં માત્ર અગત્યના કામો સિવાય અન્ય કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી હતી.

Surat RTO
ચાર જૂનથી શરૂ થયેલા આરટીઓમાં અલગ અલગ કામગીરી દરમિયાન કચેરીની આવકમાં પણ વધારો થયો છે. જ્યારે કોરોના ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રતિદિવસ 300 જેટલા લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવી રહ્યા છે. કચેરીએ લોકોએ આવવું ન પડે અને ઘરે બેઠા લાયસન્સ રીન્યૂ, ડુપ્લિકેટ લાઇસન્સ કઢાવવા સહિતની ઘર બેઠા મળી રહે તેવી ઓનલાઈન વ્યવસ્થા સુરત આરટીઓ દ્વારા કરવામાં આવી હતી. જે દરમિયાન જૂનથી હમણાં સુધી આશરે 34 હજારથી વધુ લોકોએ આ સેવાનો ઓનલાઈન લાભ લીધો છે.જેમાં લાયસન્સ રીન્યૂ, ડુપ્લિકેટ લાયસન્સ બનાવવા ઉપરાંત ખરાબ ફોટો થઈ ગયો હોય તો નવા ફોટો લગાવવા સહિતની સેવાનો લાભ વાહન ચાલકોએ ઘર બેઠા મેળવ્યો છે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે આરટીઓ કચેરીમાં ટેસ્ટ ડ્રાઇવિંગ અને પાકા લાઇસન્સની કામગીરી મર્યાદિત સંખ્યા સાથે કરવામાં આવી રહી છે. આરટીઓ કચેરીને દરરોજ 300 જેટલી અરજીઓ ઓનલાઈન મળી રહી છે. જ્યારે હમણાં સુધી સુરત આરટીઓની આવકમાં પણ વધારો નોંધાયો છે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે આરટીઓમાં આવતા વાહન ચાલકોના થર્મલ સ્ક્રીનીંગ સહિત હેન્ડ સેનીટાઇઝની કામગીરી મુખ્ય પ્રવેશદ્વાર પર કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.