સુરતના પુણા વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટમાં તોફીક નામનો વ્યક્તિ પાર્સલ લોડીંગનું કામ કરતો હતો. દરમિયાનમાં એક ટેમ્પા ચાલકે ત્યાં ટેમ્પો પાર્ક કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં રોષે ભરાયેલા ટેમ્પા ચાલકે તોફીકને માર મારતા તેને ગંભીર ઈજા પહોચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તોફીકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા પુણા પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.
સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, પાર્કિંગ જેવી બાબતે થયું મર્ડર - tempo
સુરત: શહેરમાં હવે નાની બાબતોમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. પાર્કિગ જેવી બાબતે ઝગડો થતા ટેમ્પા ચાલકે માર માર્યો હતો. જેમાં યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આગળની તપાસ હાથ ધરી હતી.