ETV Bharat / state

સુરતમાં મોહન ભાગવતે હીરાના વેપારીઓ સાથે કરી મુલાકાત

author img

By

Published : Sep 30, 2021, 1:52 PM IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સુરતના પ્રવાસે છે. આજે સવારે તેઓ ટ્રેન મારફત સુરત પહોંચ્યા હતા. ત્યારબાદ સાયન્સ સેન્ટર ખાતે હિન્દુત્વ વિષય પર પ્રવચન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, સમગ્ર સમાજે એક સાથે ઉભા રહેવાની જરૂર છે. સૌને સાથે લઈને ચાલનાર એટલે જ હિન્દુત્વ.

સુરતમાં મોહન ભાગવતે હીરાના વેપારીઓ સાથે કરી મુલાકાત
સુરતમાં મોહન ભાગવતે હીરાના વેપારીઓ સાથે કરી મુલાકાત

  • ડોક્ટર મોહનભાગવત સુરતની બે દિવસીય મુલાકાતે
  • મોહન ભાગવત સુરતના હીરા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત પણ કરી
  • ગોવિંદ ધોળકીયાએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું

સુરત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો ડોક્ટર મોહનભાગવત સુરતની બે દિવસીય મુલાકાતે હતા. તેઓએ સાયન્સ સેન્ટર ખાતે હિન્દુત્વ સૃષ્ટિ પર શહેરના બુદ્ધિજીવીઓ સાથે ગોષ્ટિ યોજી હતી. ત્યારે બીજા દિવસે તેઓ સુરતના હીરા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત પણ કરી હતી. જેમાં સુરતના હીરાના વેપારી ગોવિંદ ધોળકિયા પણ સામેલ હતા. કે, જેઓએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

આ પણ વાંચો : Breaking News : ખેડા : જિલ્લામાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની જન આશીર્વાદ યાત્રા

સુરત મહાનગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

મોહન ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુત્વના ત્રણ અર્થ છે દાર્શનિક, લૌકિક ને રાષ્ટ્રીયતા. સિંધુ નદીની દક્ષિણમાં સમુદ્ર સુધીના વિસ્તારમાં રહેનારા લોકો એટલે હિંદુ. રાષ્ટ્રની વ્યાખ્યા અંગે પણ સ્પષ્ટતા કરી હતી કે, રાષ્ટ્ર એટલે સમામ સંસ્કૃતિ અને ઉદ્દેશ સાથે જોડાયેલા વ્યક્તિઓનો સમાજ. હિન્દુત્વના દાર્શનિક અર્થમાંથી જ રાષ્ટ્રીય અર્થ નીકળે છે. પ્રબુદ્ધ ગોષ્ઠિમાં સુરત મહાનગરના બુદ્ગિજીવીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.

હિન્દુત્વનું મહત્વ સમજાવ્યું

RSS ના પ્રમુખ મોહન ભાગવત સુરતની મુલાકાતે છે. તેઓએ સુરતના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા જી પેલીનિયમ હાઈટસમાં શહેરના અનેક હીરા ઉદ્યોગ પતિઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, ઘનશ્યામ.એ.શંકર, સેવન્તિ શાહ સહિતના હીરા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ડોક્ટર મોહનભાગવત RSS કાર્યાલય ડોક્ટર આંબેડકર ભવન ખાતે પણ શહેરના અનેક બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરી હતી. શહેરના સીએ, ડોકટર સહિત ના 150 જેટલા બુદ્ધિજીવીઓ સામે હિન્દુત્વનું મહત્વ પણ સમજાવ્યું હતું.

આ પણ વાંચો : આવતી કાલે સાંજે જાહેર પ્રચારના પડઘમ શાંત થશે, ખાનગી બેઠકોનો દોર શરૂ થશે : જાણો અત્યાર સુધી કોણે કઈ રીતે કર્યો પ્રચાર

ગોવિંદ ધોળકિયા 1992 થી RSSમાં જોડાયેલા છે

મોહન ભાગવત સુરતના જે ઉદ્યોગપતિને મળ્યા હતા, જેમાં ગોવિંદ ધોળકિયાનું નામ પણ સામેલ હતું. ગોવિંદ ધોળકિયા સુરતના અગ્રણી હીરા ઉદ્યોગપતિ છે. તેઓ, રામકૃષ્ણ ડાયમંડ ના માલિક પણ છે. અને વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલા છે. તેઓ 1992ના વર્ષથી સક્રિય રીતે આરએસએસ સાથે જોડાયેલા છે. સુરતના હીરાવેપારી ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જે ગુજરાતમાં રામ મંદિર નિર્માણ માટે આપવામાં આવેલા દાનમાં સૌથી મોટું દાન કહી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.