સુરત: સુરત એરપોર્ટ ઉપર આજરોજ ફ્લાઇટ ક્રેશ થયા પછીના રેસ્ક્યુ ઓપરેશનની મોકડ્રીલ યોજવામાં આવી હતી. કારણ કે, ગત 15મી જાન્યુઆરીના રોજ નેપાળમાં પ્લેન ક્રેસ થયું હતું. આ દુર્ઘટનામાં 68 લોકો મૃત્યુ પામ્યા હતા તેમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને લઈને સુરત એરપોર્ટ ઉપર આજરોજ પ્લેન ક્રેશ થયા પછીના રેસ્ક્યુ ઓપરેશનની મોકડ્રીલ યોજવામાં આવી હતી.
આ પણ વાંચો Poshi Ekadashi: એકમાત્ર શિવમંદિર જ્યાં શિવલિંગ ઉપર જીવતા કરચલા ચઢાવવામાં આવે છે, જાણો રહસ્ય
40 પેસેન્જરને લઈ આવેલું એરક્રાફ્ટ ટેક ઓફ થતી વખતે ક્રેશ થયું: સુરત એરપોર્ટ ઉપર આજરોજ પ્લેન ક્રેશ થયા પછીના રેસ્ક્યુ ઓપરેશનની મોકડ્રીલ યોજવામાં આવી હતી. કારણકે, ગત 15મી જાન્યુઆરીના રોજ નેપાળમાં પ્લેન ક્રેસ થયું હતું. આ દુર્ઘટનામાં 68 લોકો મૃત્યુ પામ્યા હતા. તેમાં પાંચ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને લઇ આજરોજ સુરત એરપોર્ટ ઉપર આજરોજ પ્લેન ક્રેશ થયા પછીના રેસ્ક્યુ ઓપરેશનની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલમાં એરપોર્ટ પરિસરમાં 40 પેસેન્જરને લઈ આવેલું એરક્રાફ્ટ ટેક ઓફ થતી વખતે ક્રેશ થયું હતું તેવું બતાવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી એરપોર્ટ ઉપર હાજર સીઆઈએસએફ, એરપોર્ટ અને એરલાઇન્સનો ગ્રાઉન્ડ સ્ટાફ, ફાયર અને એમ્બ્યુલન્સ વિભાગે ભેગા મળીને ઇજાગ્રસ્ત પેસેન્જરને આગની ઘટનાથી બહાર કાઢી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
આ પણ વાંચો Surat crime news: દીકરીને દફનાવા પિતાએ ખાડો કર્યો અને પોલીસે પહોંચી ગઈ
આગ લાગ્યા પછીના જે તાત્કાલિક પગલાં લેવા જોઈએ એ બાબતની મોકડ્રીલ: એરપોર્ટ ઓથોરિટીના કેહવા મુજબ સુરત એરપોર્ટથી ટેક ઓફ થઈ રહેલી એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે રન-વે પાસે જ જો ક્રેશ થાય અને ફ્લાઈટમાં આગ લાગ્યા પછીના જે તાત્કાલિક પગલાં લેવા જોઈએ એ બાબતની મોકડ્રીલ યોજાઈ હતી. કેટલા સમયમાં ફાયર વિભાગ શું-શું કામગીરી કરી શકે છે અને એરપોર્ટ ઓથોરિટી તાત્કાલિક અસરથી કેટલા પગલાં લઈ શકે તે તમામ બાબતોનું ધ્યાન આપવામાં આવ્યું છે. આ મોકડ્રિલ કરવા પાછળનું કારણ એજ છે કે, ગત રવિવારના રોજ નેપાળના પોખરામાં ફ્લાઇટ ક્રેસ થઇ હતી અને આ દુર્ઘટનામાં વિમાનના ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના આપણે ત્યાં જો બને તો તે ઘટનાને પહોંચી વળવા માટે અમે આ મોકડ્રિલ કરવા માટે ગતરોજ મિટિંગ કરી અને આજે મોકડ્રિલ યોજી હતી.