ETV Bharat / state

લાભ પાંચમથી સુમુલ ડેરીમાં સભાસદો દૂધ નહીં ભરે,જાણો કારણ - સુમુલ ડેરી સામે વિરોધનો સૂર

દક્ષિણ ગુજરાતના દૂધ ઉત્પાદકોમાં સુમુલ ડેરી ( Sumul Dairy ) ની મોટી ખ્યાતિ છે તે ખતરામાં પડી છે. પશુપાલકોએ આ સમસ્યાઓને લઇને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી ( Threatened to stop milk ) આપી છે. તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો સુમુલ ડેરી સામે વિરોધનો સૂર ( Milk producers of Surat protest Sumul Dairy ) શા માટે વ્યક્ત કરી રહ્યાં છે તે જાણો.

લાભ પાંચમથી સુમુલ ડેરીમાં સભાસદો દૂધ નહીં ભરે,જાણો કારણ

author img

By

Published : Oct 15, 2022, 7:15 PM IST

સુરત સુમુલ ડેરી તાપી અને સુરત જિલ્લાની જીવાદોરી સમાન છે.,તાપી અને સુરત જીલ્લાના મળી કુલ 2.50 લાખ સભાસદો આ ડેરી પર નભે છે.પરંતુ હાલ આ અઢી લાખ સભાસદો સુમુલ ડેરીથી નારાજ ચાલી રહ્યા છે અને સુમુલ વિરુદ્ધ હાલ મીટીંગોનો દોર ચાલી રહ્યો છે. કુલ 8 જેટલી માંગોને લઇ હાલ આ સભાસદો સુમુલ ડેરીથી નારાજ ચાલી રહ્યા છે. સુમુલ ડેરીમાં હાલ સુરત તાપી સિવાય મહારાષ્ટ્રથી દૂધ લેવામાં આવે છે. આંતરરાજ્યથી આવતા દૂધને લઇ સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે. મંડળીના પ્રમુખો આ સમસ્યાઓને લઇને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી આપી છે.

તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો સુમુલ ડેરી સામે વિરોધનો સૂર

સુમુલ ડેરી કોન્ટ્રકટરોના હાથમાં સુમુલ ડરી સહકારી સંસ્થા છે પરંતુ દૂધ મંડળી ના પ્રમુખો આક્ષેપ કરી રહ્યા છે કે હાલ સુમુલ ડેરીમાં અંગ્રેજો જેવી સરમુખત્યારશાહી ચાલી રહી છે.સુમુલ ડેરી કોન્ટ્રકટરોના હાથમાં આપી દેવામાં આવી છે. એક સમય હતો જયારે સુમુલ ડેરી એક એમ ડી અને ત્રણ મેનેજરોથી ચાલતી હતી પરંતુ આજે એક એમ ડી અને ૨૫ જેટલા મેનેજર અને દરેક મેનેજરના પીએ રાખવામાં આવ્યા છે જેના પગાર લાખોમાં છે અને જેનો બોજો સભાસદો પર પડી રહ્યો છે.

મંડળીના પ્રમખોએ સુમુલના વહીવટ પર પણ સવાલો કર્યા સુમુલ ડેરી ધ્વારા છેલ્લા ૨ વર્ષ માં બે-બે રૂપિયા કરીનેને લગભગ 10 રૂપિયાનો લીટર દીઠ પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો છે. પરંતુ તેની સામે સુમુલ ડેરી દૂધ ,દુધની અન્ય બનાવટ તેમજ દાણ માંથી લગભગ વર્ષે 750 કરોડ રૂપિયાની કમાણી કરે છે અને તેની સામે દૂધ વધારા ના માત્ર 200 કરોડ જ ચુકવવામાં આવે છે તો બાકીના પૈસા ક્યાં જાય છે તે બાબતે પણ મંડળીના પ્રમુખો સવાલ ઉઠાવી રહ્યા છે.

તાપી અને સુરત જિલ્લાના પશુપાલક સભાસદોની કુલ 8 માંગો છે તાપી અને સુરત જીલ્લાના પશુપાલક સભાસદો ની કુલ 8માંગો છે જે પેકીની એક પણ માંગ સ્વીકારવામાં નથી. આવી 15 દિવસ પહેલા સુરત અને તાપી જીલ્લાના સભાસદો ધ્વારા સુરત સુમુલ ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે સુમુલ સંચાલકો ધ્વારા આ પશુપાલકોને મીટીંગ બોલાવી નિરાકરણ લાવવા માટેની બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ વાતને 15 દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સમસ્યાનું નિરાકરણ નહી આવતા પશુપાલકો રોષે ભરાયા છે અને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી આપી છે.

સુમુલ ડેરી તરફથી યોગ્ય વળતર આપવામાં આવતું નથી દૂધ ઉત્પાદક રસીલા બહેનોએ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકો રાતદિવસ મહેનત કરે છે, બળબળતા તાપમાં પશુઓ માટે ચારો લેવા જાય છે.જેટલી અમે મહેનત કરીએ છીએ તેટલું વળતર એમને મળતું નથી.બજારમાં વેપારીઓ 80 રૂપિયે લિટર દૂધ વેચે છે.એમને 40 કે 50 રૂપિયા પણ લિટરનો ભાવ મળતો નથી. જેથી પશુપાલકોનું શોષણ થઈ રહ્યું છે સારો દૂધનો ભાવ મળે એ આશા અપેક્ષા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.