ETV Bharat / state

વિદેશી પક્ષીઓની દાઢે લાગ્યા સુરતી ગાંઠીયા, તાપી નદીના કિનારે ગાંઠીયાની જીયાફત માણતા 'વિદેશી મહેમાનો' - વિદેશી પક્ષીઓનું આગમન

શિયાળા દરમિયાન હજારો કિલોમીટરનું લાંબુ અંતર કાપીને ગુજરાતના મહેમાન બનતા વિદેશી પક્ષીઓ માટે ગુજરાત બીજુ ઘર બની રહ્યું છે, વિદેશી પક્ષીઓએ જાણે ગુજરાતની સંસ્કૃતી અને ખાન-પાનની રીત અપનાવી લીધી હોય તેવા દ્રશ્યો સુરતમાંથી જોવા મળી રહ્યાં છે. સૂર્યપુત્રી તાપી નદીના તટે આ વિદેશી પક્ષીઓ શિયાળાની ફુલ ગુલાબી ઠંડી સાથે સુરતી ગાંઠીયાની લિજ્જત પણ માણી રહ્યાં છે, એટલું જ નહીં ગાંઠીયા ખાવા માટે આ વિદેશી પક્ષીઓ પડાપડી કરતા પણ જોવા મળી રહ્યાં છે.

વિદેશી પક્ષીઓની દાઢે લાગ્યા સુરતી ગાંઠીયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 7:00 AM IST

Updated : Dec 21, 2023, 8:44 AM IST

વિદેશી પક્ષીઓની દાઢે લાગ્યા સુરતી ગાંઠીયા

સુરત: ગાંઠીયા માત્ર સુરતીઓ કે સુરતથી બહારથી આવનાર લોકોને જ નહીં પરંતુ વિદેશથી આવનાર પક્ષીઓને પણ આટલી હદે દાઢે વળગ્યા છે કે, તેઓ જળના જીવ જંતુઓને ખાવાના બદલે ગાંઠીયા ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

વિદેશીપક્ષીઓએ વધારી શહેરની શોભા: શિયાળાની મોસમ દરમિયાન હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને વિદેશી પક્ષીઓ ગુજરાતમાં આશ્રય લેતા હોય છે અને ચાર મહિના જેટલો સમય દરમિયાન પ્રજ્જનકાળ માણીને ફરી પોતાના દેશમાં પરત ફરે છે. ત્યારે હાલમાં મોટી સંખ્યામાં ગુજરાતના મહેમાન બનેલાં અને વિવિધ વિસ્તારોને પોતાનું બીજું ઘર બનાવનારા આ વિદેશી પક્ષીઓને અહીંનું વાતાવરણ અને ખાણી-પીણી માફક આવી ગઈ છે. ત્યારે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીના તટે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા વિદેશીપક્ષીઓના કારણે ખુબજ નયનરમ્ય નજારો સર્જાયો છે. વિદેશી પક્ષીઓના આ ઝુંડથી સૂર્યપુત્રી તાપી નદીના તટની શોભામાં પણ વધારે થયો છે.

તાપી નદીના કિનારે ગાંઠીયાની જીયાફત માણતા વિદેશી પક્ષીઓ

વિદેશી પક્ષીઓની દાઢે લાગ્યા ગાંઠિયા: હજારો કિલોમીટરનું અંતર કાપી, સર્બિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી આવતા આ પક્ષીઓને "બ્લેક હેડેડ ગલ અને બ્રાઉન હેડેડ ગલ તરીકે ઓળખવામાં આવે છે. સુરત શહેરની તાપી નદી કિનારે આ વિદેશી પક્ષીઓ ગાંઠિયાની લિજ્જત માણતા નજરે પડે છે. હજારોની સંખ્યામાં આવેલા પક્ષીઓ બ્રિજ ઉપર ગાંઠીયાનો સ્વાગ માણતા નજરે પડ્યાં છે જાણે સુરતી ગાંઠીયા તેમના પ્રિય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. આ પક્ષીઓના ઝુંડે પ્રજનન કરવા માટે તાપી નદીના તટને વધુ પસંદ કર્યો છે. સામાન્ય રીતે પક્ષીઓ માનવથી દૂર રહેતા હોય છે ,પરંતુ ઓસ્ટ્રેલિયાથી આવેલા આ પક્ષીઓના ઝુંડને માનવનો પણ કોઈ ડર ના હોય તેમ ગાંઠીયા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં રોકાણ: ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ પક્ષીઓ ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બરની શરુઆતમાં આવી જતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે શિયાળાની શરૂઆત દોઢ મહિના મોડી થઈ છે. જેની અસર પક્ષીઓના આવવા પર ચોક્કસ થવા પામી છે. હાલ આ પક્ષીઓ સુરતના તાપી નદીના તટે રોકાયા છે. માર્ચ માસથી ઉનાળાની જેવી ઋતુ શરૂ થશે ,તેવી જ રીતે પક્ષીઓનું આ ઝુંડ ફરી પ્રજનન માટે પોતાના ઠંડા પ્રદેશ જવા રવાના થઈ જશે.

ડોક્ટર નિલય દેસાઈ જેઓ ફિઝિશિયન છે, પરંતુ છેલ્લા 25 વર્ષથી પક્ષી નિરીક્ષણ કરી રહ્યા છે, તેઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઓક્ટોબર - નવેમ્બર માસથી ઠંડી ની શરૂઆત થાય છે અને આ સમય દરમ્યાન પક્ષીઓનું મોટું ઝુંડ તાપી નદીના તટે આવી જાય છે. પરંતુ આ વખતે શિયાળાની શરુઆત મોડી થઈ છે જેને લઈને તેની અસર પક્ષીઓ પર જોવા મળશે. પ્રજનન માટે આવતા આ પક્ષીઓને લોકો ગાંઠિયા અને તેલવાળી વસ્તુઓનો ખોરાક આપતા હોય છે,પરંતુ પક્ષીઓના આરોગ્ય માટે આ હાનિકારક છે. પરંતુ આ પક્ષીઓ માટે ગાંઠીયા પ્રિય બની ગયા છે, તેઓ સહેલાઈથી એને ડાઈજેસ્ટ પણ કરી લેતા હોય છે. આ જ કારણ છે કે તેઓને ગાંઠિયા ખૂબ જ પસંદ પડી રહ્યાં છે. આ પક્ષીઓનો મૂળ ખોરાક નદી અને દરિયાની નાની માછલીઓ અને જીવ - જંતુઓ છે. જેનાથી આ પક્ષીઓને પ્રોટીન મળે છે.

પક્ષીઓને ગાંઠીયા ખાતા જોઈ હું પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો, આમ તો ગાંઠિયા લોકોને ખૂબ જ પસંદ હોય છે પરંતુ આ ગાંઠીયા વિદેશી પક્ષીઓને ગમી રહ્યા છે, ખુબ જ સારી બાબત છે. સુરતી ગાંઠીયા આમ પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. -કહાન,સ્થાનિક

  1. ડાયમંડ બુર્સ કાર્યક્રમમાં PM મોદીએ યાદ કર્યો સુરતી લોચો, સુરતીઓ થયાં ગદગદ, એમાં શું છે ખાસ જૂઓ
  2. કાશ્મીરના 150 વિદ્યાર્થીઓએ દાંડીની મુલાકાત લીધી, કેવા થયા અનુભવો?

Last Updated : Dec 21, 2023, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.