સુરત: જિલ્લાના માંડવી તાલુકાના બોરીગાળા ગામે જંગલ વિસ્તારમાં અમુક ઇસમોની અવરજવર શંકાસ્પદ જણાતા સ્થાનિક લોકોએ ઝાડી જંગલમાં તપાસ કરતા સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા. જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં માસના ઢગલાઓ જોઈ ચોકી હતા. હાલ એફએસએલમાં તપાસ અર્થે મોકલ્યું છે.
સમગ્ર બનાવની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. સ્થળ પરથી ગૌમાંસ, પીકપ બોલેરો તેમજ કુહાડી છરા મળી આવ્યા હતા. હાલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે."-- હેમંત પટેલ (માંડવી પોલીસ મથકના પીઆઇ)
સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર: માંડવી તાલુકાના બોરીગાળા તાલુકાના આવેલા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં અવરજવર કોલાઈ કેટલાક જંગલ ઈસમો કરતા હતા. જેથી સ્થાનિક લોકોએ જંગલ વિસ્તારમાં જનતા રેડ કરી હતી. તે દરમિયાન એક ગૌ વંશ મૃત હાલતમાં મળી આવ્યું હતું. ઉપરાંત લોહીના નિશાનો પણ મોટા પ્રમાણમાં જોવા મળતા ઘાટ જંગલોમાં તપાસ કરતા માસના કોથળા ભરેલા ઢગલા જોવા મળ્યા હતા.
ઘટના સ્થળે પહોંચી તપાસ: માસના મોટા પ્રમાણમાં ઢગલા જોઈ ચોકી ઉઠેલા ગ્રામજનોએ માંડવી પોલીસને જાણ કરી હતી. માંડવી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં 19 કોથળામાં ભરેલ 380 કિલો જેટલું માંસ મળી આવ્યું હતું. માંડવી પોલીસે મળી આવેલ માસને એફએસએલમાં મોકલી ખાતરી કરી હતી. ત્યારબાદ જરૂરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્થાનિકોમાં ભારે રોષ: હાલ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે ગામની સીમમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ નજરે ચડતા હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને માંડવી પોલીસ વહેલી ઝડપથી ઝડપે અને તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તે હાલ સૌ કોઈની માંગ છે. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ કતલખાનાઓ ધમધમી રહ્યા છે.