ક્વોરીમાં પથ્થર તોડવા માટે કરવામાં આવતા ધડાકા એટલા પ્રબળ હોઈ છે કે, ગ્રામજનોને કેટલીક વાર ભૂકંપના આંચકાનો અહેસાસ પણ થાય છે. તો બીજી તરફ એટલી હદે ડમરી ઉડે છે કે, ખેત મજૂરો ખેતરમાં કામ કરવા માટે તૈયાર નથી. જેના કારણે ખેડૂતો પરેશાન છે. જે મહામહેનતે પાક તૈયાર કરવામાં આવે છે, તેનું પૂરતું વળતર પણ મળતું નથી.
300થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં એક પણ ઘર બાકી નથી, જેને ક્વોરીથી નુકશાન ન થયું હોય. તદ્ઉપરાંત ક્વોરીના કારણે ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરી ગયા હોવાથી પીવાના પાણીની પણ તકલીફ ઊભી થઈ રહી છે. ત્યારે ગામના સરપંચ દ્વારા આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.