સુરત: મકરસંક્રાતિના પાવન પર્વ પર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શુભકામનાઓ આપી હતી. તેમને જણાવ્યું હતું કે આજના મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે હું સૌને ગુજરાતી તમામ ભાઈ બહેનોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મકરસંક્રાંતિ નિમિતે ગુજરાતમાં વિશેષ કરીને બીજા બધા રજ્યો કરતા પતંગ ઉત્સવ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે પતંગ ઉત્સવની ખૂબ જ વેગ આપ્યો હતો. આને કારણે દેશ-વિદેશના પતંગબાજો ગુજરાતમાં આવે છે.
ગુજરાતમાં ઉતરાયણનું અનેરું મહત્વ: અમદાવાદ અને સુરતમાં ઉતરાયણ ઉત્સવ ઉજવવામાં આવે છે. અને ખૂબ જ સારા વાતાવરણની અંદર ઉત્સવ ઉજવાતો થયો છે. આ પતંગ ઉત્સવના કારણે અનેક લોકોને રોજે રોટી પણ મળી છે. આખા વર્ષ દરમિયાન પતંગ બનાવનાર લોકો ગુજરાત માં અને વિશેષ કરીને સુરતમાં રહે છે. અને હવે તો એક પતંગ બનાવવાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે.એને અરણે અનેક લોકોને રોજગારી પણ મળી રહે છે. આ પતંગ ઉત્સવના કારણે અનેક લોકો ભેગા થાય છે. અને ખૂબ સારા વાતાવરણ ની અંદર જ્યારે એકબીજાનો પતંગ કાપે છે. નારાજ થવાના બદલે ચિચયારી સાથે આ પતંગ ઉત્સાહમાં ભાગ લેતા હોય છે.
આ પણ વાંચો Ahmedabad: કેન્દ્રીય પ્રધાન શાહ અને CM પટેલે પતંગ ચગાવ્યા, સ્થાનિકો સાથે આનંદ કર્યો
પક્ષીઓની ઈજા થાય એટલે પતંગ ઉડાડવાનું પણ બંધ કર્યું છે: વધુમાં તેમને જણાવ્યું કે, આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ગુજરાતમાં આપણે લગભગ એક મહિના સુધી કોઈ શુભ કાર્ય કરતા નથી. અને આજથી હવે એમાંથી મુક્ત થઈ આપણે શુભ કાર્ય ની શરૂઆત કરીશું. અનેક રોકવામાં આવેલા લગ્ન પ્રસંગો પણ હવે ઉજવાશે. આ માટે જ આપણે મકરસંક્રાંતિની રાહ જોતા હોઈએ છીએ. મકરસંક્રાંતિ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.ગુજરાતમાં મકરસંક્રાંતિની વિશેષતા છે અને તેને અલગ રીતે ઉજવવામાં પણ આવે છે. આપના માધ્યમથી ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું. અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવું છું.અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પતંગ ઉત્સવ દરમિયાન પણ કોઈની ઈજા થાય તો તેની મદદ માટે રહે સાળવાર માટે પ્રયત્ન કરે. સુરત અને અમદાવાદમાં અનેક કાર્યકર્તાઓએ આ પતંગ ઉત્સવ દરમિયાન જા પામનાર પક્ષીઓ માટે પણ એક અલગથી નાની હોસ્પિટલ ચાલુ કરી છે.જે ગુજરાતમાં સંભવ બન્યું છે. મારાં જેવા કેટલાક કાર્યકર્તાઓએ પક્ષીઓની ઈજા થાય એટલે પતંગ ઉડાડવાનું પણ બંધ કર્યું છે. પરંતુ પતંગ ચોક્કસપણે ઉડાવવું જોઈએ. પરંતુ પતંગ એવા સમયે ઉડાવવું જોઈએ જ્યારે પક્ષીઓ હવામાં ઓછા હોય પોતાના માળામાં હોય ત્યારે આપણે એવો સમય પસંદ કરીએ એ વધારે યોગ્ય છે.
આ પણ વાંચો Live Undhiyu: સંક્રાંતિના દિવસે જૂનાગઢના લોકોએ લાઈવ ઊંધિયાની જીયાફત માણી
લોકસભા ચૂંટણીમાં વિપક્ષનો સંપૂર્ણ સફાયો: ગુજરાત વિધાનસભાની અંદર મતદારોએ વડા પ્રધાન મોદીજી નો જે વિશ્વાસ હતો. એ વિશ્વાસને મતમાં પરિવર્તન કરીને ભારતીય જનતા પાર્ટીને 156 સીટો ઉપર વિજય અપાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદારો સાથે સતત સંપર્કમાં રહ્યા અને અનેક યોજનાઓ તેમના સુધી પહોંચાડી છે. માટે મતદાર ભાઈઓ બહેનો અને જનતા પાર્ટીના કાર્યકર્તાનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. આ સાથે ઈલેક્ટ્રીક અને પ્રિન્ટ મીડિયા પણ મારી વાતો લોકો સુધી પહોંચાડી એ માટે તેમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એના કારણે અમને વિજયમાં મદદ મળી છે.ગુજરાતમાં લોકસભાના ઇલેક્શનમાં 2014 અને 2019માં 26માંથી 26 સીટ જીતવાની પરંપરાઓ ચાલી આવી છે. ભવિષ્યમાં પણ આ 26 અને 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો અમને વિશ્વાસ છે.