- કાર્યક્રમની શરૂઆત માટે 12 માર્ચનો દિવસ પસંદ કરાયો
- વડાપ્રધાન મોદીએ દાંડીયાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું
- નવસારી જિલ્લાના દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરાશે
સુરતઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાબરમતીથી દાંડી સુધી આયોજિત દાંડીયાત્રામાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ જોડાશે. તે 1 એપ્રિલના રોજ 3:55 કલાકે સુરતના છાપરાભાટા ખાતે દાંડીપદયાત્રીઓની મુલાકાત લઈ તેમની સાથે યાત્રામાં જોડાશે. આ કાર્યક્રમની પૂર્ણાહુતી 6:00 વાગ્યે થશે, ત્યારબાદ તે સુરત એરપોર્ટથી ભોપાલ જવા રવાના થશે. આ દાંડીયાત્રા 21 દિવસ સુધી ચાલશે અને નવસારી જિલ્લામાં આવેલા દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી
- સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચના રોજ સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ દાંડીયાત્રાનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 12 માર્ચ 2021થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના 75 સ્થળો પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી હતી. આ દાંડી કૂચ પણ આ મહોત્સવનો એક ભાગ છે. કાર્યક્રમની શરૂઆત માટે 12 માર્ચનો દિવસ પસંદ કરાયો હતો. કારણ કે, આ જ દિવસે મહાત્મા ગાંધીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં દાંડીયાત્રાને લઈ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું