સુરત: સચિન જીઆઇડીસી વિસ્તાર ખાતે આવેલા પાલનપુર વિસ્તારમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને પરિવારના સભ્યો સામે જ ધારદાર હથિયારથી હથિયારથી ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. હત્યાના બનાવથી સમગ્ર ઘટનામાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે જાણ થતાં આજે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રેમી અને પ્રેમિકા એક જ વિસ્તારમાં રહેતા હતા અને પાડોશી હતા. પહેલા ત્રણ વર્ષથી તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ થોડા દિવસ પહેલા યુવતીએ પ્રેમીને જણાવ્યું હતું કે તે અન્ય યુવક સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ વાત સાંભળીને પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને વારંવાર પોતાની પ્રેમિકાને લગ્ન કરવા માટે ના પાડતો હતો. પરંતુ પ્રેમિકાએ તેની વાત સાંભળી નહોતી.
"આ અંગેની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરંતુ મારનાર યુવતી નીલુ અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ વાત સાંભળીને આરોપી શૈલેષ ઉશ્કેરાઈને ધારદાર હથિયારથી તેની હત્યા કરી નાખી હતી. જ્યારે હત્યા થઈ ત્યારે પરિવારના લોકો પણ ત્યાં હાજર હતા. નિવેદન લઈ કાર્યક્ષરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આરોપીની અટકાયત કરવામાં આવી છે.--"જે.આર. ચૌધરી (જીઆઇડીસી પોલીસ ઇન્સ્પેક્ટર)
યુવાન સાથે લગ્ન: વધુમાં જણાવ્યું કે, આરોપી શૈલેષ મજુરી કામ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી તે રહેતી નીલુ ગુલામ શંકર વિશ્વકર્મા ને પ્રેમ કરતો હતો. આ અંગેની જાણ પરિવારના લોકોને પણ હતી. પરંતુ જ્યારથી શૈલેષ ને ખબર પડી કે નીલુ અન્ય યુવાન સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યારથી જ તે નીલુ સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. તેને મનાવવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ જ્યારે તેને લાગ્યું કે નીલું તૈયાર નથી. તેથી તેને ઉશ્કેરાઈને ધારદાર હથિયારથી સરા જાહેરના નીલુના પરિવારે સામે જ તેની હત્યા કરી નાખી હતી. જ્યારે હત્યા થઈ ત્યારે પરિવારના સભ્યો પણ ત્યાં હાજર હતા. પરંતુ લોકો કંઈક સમજી શકે તે પહેલા જ આરોપી શૈલેષ નીલુની હત્યા કરી નાખી હતી.